Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : બુટલેગરોનાં અવનવાં કીમિયા પર ફર્યું પાણી! ડાંગરનાં કટ્ટાની આડમાં 13.77 લાખનો દારૂ ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લા પોલીસ બુટલેગરોનાં અપનાવેલા અવનવા પેતરાંઓને ફેલ કરે છે.
chhota udepur   બુટલેગરોનાં અવનવાં કીમિયા પર ફર્યું પાણી  ડાંગરનાં કટ્ટાની આડમાં 13 77 લાખનો દારૂ ઝડપાયો
Advertisement
  1. Chhota Udepur લોકલ ક્રાઈમ બ્રાન્ચની વધુ એક મોટી કાર્યવાહી
  2. ડાંગરનાં કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો
  3. રૂ. 13,77,750 કિંમતનો દારૂ કબજે કરી ગુનો નોંધ્યો

છોટાઉદેપુર એ (Chhota Udepur) ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ જિલ્લો છે. ત્યારે પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસેડવા માટે બુટલેગરો દ્વારા રોજબરોજ અવનવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ બુટલેગરોનાં અપનાવેલા અવનવા પેતરાંઓને ફેલ કરે છે. તેવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે.

આ પણ વાંચો - Gujarat University માં ભણતા વિદ્યાર્થી માટે મહત્ત્વનાં સમાચાર, ફીમાં કરાયો તોતિંગ વધારો!

Advertisement

Advertisement

ટ્રકમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂથી ભરેલા ખોખા મળ્યા

છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન (Chhota Udepur Police) વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન, બાતમી મળી હતી કે એક ટાટા કંપનીની નાના ટ્રકમાં ડાંગરનાં કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમી મળતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને છોટાઉદેપુર ક્રાઈમ બ્રાન્ચે રંગપુર નાકા પાસે નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. દરમિયાન, ટ્રક નંબર Gj-09-Y-5307 આવતા તેને રોકી અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની અંદર ભરેલ ડાંગરનાં કટ્ટા હટાવીને જોતા કટ્ટાની આડમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂથી ભરેલા ખોખા મળી આવ્યા હતા. પોલીસે તમામ દારૂનો જથ્થા કે જેની કિંમત રૂ.13,77,750 જેટલી થાય છે, તેની સાથે કુલ 20,83,050 નો મુદામાલને કબજે કરી છોટાઉદેપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : કેડિલાનાં CMD રાજીવ મોદી સામે કથિત દુષ્કર્મનો કેસ, HC માં અરજી!

5 કિસ્સામાં કુલ રૂ. 41,13, 820 નો મુદ્દામાલ જપ્ત

આ અંગેની માહિતી વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે જણાવ્યું હતું, કે છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Chhota Udepur Local Crime Branch) નજીકનાં ભૂતકાળમાં જિલ્લાનાં મોડાસર ચોકડી બોડેલી ખાતેથી શાકભાજીમાં સંતાડીને લઈ જવાતો રૂ. 4,25,040 નો દારૂનો જથ્થો, છોટાઉદેપુર તાલુકાનાં ધમોડી ખાતેથી રેતીની આડમાં સંતાડીને લઈ જવા તો રૂપિયા 11,70,780 નો દારૂ, રંગપુર નાકા પાસેથી ડોલોમાઈટ પાવડરમાં સંતાડીને લઈ જવા તો રૂપિયા 3,91,000 નો દારૂને ઝડપી પાડ્યો હતો. દારૂનાં જથ્થા સહિત તમામ મુદ્દામાલને કબજે કરી આરોપીઓને જેલનાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. સાથે જ અન્ય એક કિસ્સામાં છોટાઉદેપુર પોલીસ દ્વારા શાકભાજીની આડમાં સંતાડીને લઈ જવાતા 7,49,250 રૂપિયાનાં દારૂનાં જથ્થાને પણ ઝડપી પડાયો હતો. આમ કુલ મળી છોટાઉદેપુર પોલીસ વિભાગે અલગ-અલગ 5 કિસ્સામાં કુલ મુદ્દામાલ 41,13, 820 નો બુટલેગરોનાં તમામ કીમિયાઓને ફેલ કરી 7 આરોપીઓને ઝડપી પાડી જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા હતા.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Gujarat Congress : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટો ફેરફાર!

Tags :
Advertisement

.

×