Chhota Udepur : પાવીજેતપુરમાં MLA ચૈતરભાઈ વસાવાએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ! જાણો સમગ્ર મામલો
છોટાઉદેપુરના પાવીજેતપુર પાસેની ભારજ નદી ઉપરનો બ્રિજ બે વર્ષથી વધુ સમયથી તૂટી ગયો હોવા છતાં આજદિન ના બનતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. સરકાર દ્વારા બે વાર ડાયાવર્જન બનાવ્યું છતાં બંને વાર તૂટી ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ના આવતા લોકોએ જનતા ડાયાવર્જન બનાવ્યું. MLA ચૈતરભાઈ વસાવા વિરોધ નોંધાવ્યો છે.
Advertisement
- Chhota Udepur માં પાવી જેતપુરમાં MLA ચૈતરભાઈ વસાવાએ નોંધાવ્યો વિરોધ
- તંત્ર દ્વારા 2 વર્ષથી તૂટી ગયેલો બ્રિજ ફરી ન બનાવતા વિરોધ કર્યો
- પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ તૂટેલી હાલતમાં
- સરકાર દ્વારા 2 વખત ડાયવર્જન બનાવ્યું અને તે પણ તૂટી ગયું
- આખરે તંત્ર દ્વારા નિકાલ ન આવતા જનતાએ ડાયાવર્જન બનાવ્યું
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર (Pavijetpur) નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુનાં સમયથી તૂટી ગયો હોવા છતાં આજદિન સુધી બ્રિજ ના બનતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. સરકાર દ્વારા બે વાર ડાયાવર્જન બનાવ્યું હોવા છતાં અને બંને વાર તૂટી ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ના આવતા લોકોએ જનતા ડાયાવર્જન બનાવ્યું. લોકોમાં સવાલ છે કે સરકારનું કામ જનતાને કેમ કરવું પડી રહ્યું છે ? જેને લઈ આજ રોજ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા (Chaitarbhai Vasava) પાવીજેતપુરનાં ભારજ નદીનાં ડાયાવર્જન ખાતે આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

