Chhota Udepur : પોલીસે આશરે 1500 કિલો ગાંજાના જથ્થાનો નાશ કર્યો
- આશરે 1500 કિલોગ્રામ ગાંજાના જથ્થાનો નાશ કરાયો
- ગાંજો Chhota Udepur માં અલગ અલગ 23 ગુનાઓમાં પકડાયેલ હતો
- ભરુચના દહેજ ખાતે પકડાયેલા ગાંજાના જથ્થાનો નાશ કરાયો
Chhota Udepur : ગુજરાત રાજ્યના પોલીસ વિભાગે ડ્રગ્સ, ગાંજા જેવા નશાકારક પદાર્થોનો વેપાર કરતા ગુનેગારો પર સકંજો કસી દીધો છે. N.D.P.S. એકટ અંતર્ગત આખા રાજ્યમાં પોલીસ માદક પદાર્થોના જથ્થાને જપ્ત કરીને ગુનેગારોને જેલભેગા કરી રહી છે. આ કામગીરી અંતર્ગત Chhota Udepur જિલ્લાના અલગ અલગ 8 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 23 ગુનામાં જપ્ત કરાયેલ 1457.8 કિલોગ્રામ (આશરે 1500 કિલોગ્રામ) ગાંજાનો આજે નાશ કરવામાં આવ્યો છે.
23 ગુનામાં જપ્ત કરેલ ગાંજાનો નાશ
Gujarat Police દ્વારા સમગ્ર રાજ્યમાં માદક પદાર્થોનું સેવન અથવા તેનું વેચાણ કરતા લોકો પર તવાઈ લાવી દીધી છે. રોજે રોજ પોલીસ ગાંજા, અફીણ, દેશી-વિદેશી દારુ, ડ્રગ્સ જેવા પદાર્થોને જપ્ત કરે છે. ગુજરાતના મોટા શહેરોમાં જ નહિ પરંતુ Chhota Udepur જેવા જિલ્લાઓમાં પણ આ કાર્યવાહી કડક રીતે કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ 8 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 23 ગુનામાં 1457.8 કિલોગ્રામ (આશરે 1500 કિલોગ્રામ) ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગાંજાનો આજે ભરૂચના દહેજની BEILકંપનીમાં નાશ કરવામાં આવ્યો છે.
નીતિ નિયમો અનુસાર નાશ કરાયો
છોટા ઉદેપુર જિલ્લામાં નાર્કોટિક્સ મુદ્દામાલને નાશ કરવા માટે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી રચાયેલ છે. જેના અધ્યક્ષ છોટા ઉદેપુર પોલીસ અધિક્ષક IPS ઈમ્તિયાઝ શેખ છે. IPS ઈમ્તિયાઝ શેખ અને તેમની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્યોએ આજે ભરુચના દહેજ ખાતે જપ્ત કરાયેલા આશરે 1500 કિલો ગાંજાનો નીતિ નિયમો પૂર્વક નાશ કર્યો છે. ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ આજે છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ 8 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 23 ગુનાઓ અંતર્ગત જપ્ત થયેલ આશરે 1500 કિલો ગાંજાને ભરુચના દહેજની એક કંપનીમાં નીતિ નિયમો અનુસાર નાશ કર્યો છે. દહેજની GIDCમાં આવેલ ભરૂચ ઈનવાયરો ઈન્ફાસ્ટ્રકચર લીમીટેડ (BEIL) કંપનીમાં છોટા ઉદેપુર જિલ્લામાંથી પકડાયેલ આશરે 1500 કિલો ગાંજાનો નીતિ નિયમો અનુસાર નાશ કરી દેવાયો છે.
અહેવાલઃ તોફિક શેખ, છોટા ઉદેપુર...
આ પણ વાંચોઃ Gondal : પિયુષ રાદડિયા બાદ વકીલ દિનેશ પાતરની પણ તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા