Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : મેન્ટેનન્સ કામગીરી અર્થે 10 કલાક વીજકાપ રાખ્યો, પણ વરસાદી ઝાપટાએ પોલ ખોલી નાખી!

લોકોએ પણ બરાબર મે મહિનાની અગન દઝાડતી ગરમીમાં મૂંગા મોઢે આકરી ગરમી સહન કરીને સ્થાનિક વીજ કચેરીને સહકાર આપ્યો હતો.
chhota udepur   મેન્ટેનન્સ કામગીરી અર્થે 10 કલાક વીજકાપ રાખ્યો  પણ વરસાદી ઝાપટાએ પોલ ખોલી નાખી
Advertisement
  1. છોટાઉદેપુરનગરમાં મેન્ટેનન્સના નામે 10 કલાક વીજકાપ રાખ્યો (Chhota Udepur)
  2. નાગરિકો પણ 10 કલાક સુધી આગ ઝરતી ગરમીમાં શેકાયા
  3. વીજકંપનીની કામગીરીની સામાન્ય વરસાદી ઝાપટાએ પોલ ખોલી
  4. સામાન્ય વરસાદમાં જ બીજીવાર વીજ પુરવઠો ખોરવાયો હતો, લોકોમાં રોષ

છોટાઉદેપુરનગર એ જિલ્લાનો (Chhota Udepur) મુખ્ય મથક છે અને એમાં મેન્ટેનન્સનાં નામે રવિવારનાં રોજ સવારે 6 થી સાંજનાં 4 થી 5 વાગ્યા સુધી વીજકાપ મૂકવામાં આવ્યો હતો. લોકોએ પણ બરાબર મે મહિનાની અગન દઝાડતી ગરમીમાં મૂંગા મોઢે આકરી ગરમી સહન કરીને સ્થાનિક વીજ કચેરીને સહકાર આપ્યો હતો. તે બાદ ચોમાસામાં વીજ પુરવઠાની (Power Cut) સમસ્યાનો ક્યાંકને ક્યાંક અંત આવશે તેવી આશાઓ સેવતા નગરજનોની આશા ઠગારી નીવડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

મેન્ટેનન્સની કામગીરી બાદ 24 કલાકમાં જ બીજી વાર વીજ પુરવઠો ખોરવાયો

રવિવારનાં રોજ વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી વિસ્તારમાં કરવામાં આવી હતી. તે માટે લગભગ 10 કલાક જેટલી કામગીરી દરમિયાન વીજકાપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, સોમવારનાં વહેલી સવારે બરાબર અઢીથી ત્રણ વાગ્યાનાં સુમારે એક નાનકડું વરસાદી ઝાપટું આવતાની સાથે જ વીજ કંપની દ્વારા કરેલ કામગીરીની પોલ છતી થઈ હોય તેમ કલાકથી દોઢ કલાક લોકોને વીજ પુરવઠાની સમસ્યાથી પીડાવવાનો 24 કલાકમાં જ વારો આવ્યો હતો. લોકોએ વીજ કંપનીનાં (Electricity Company) બાબુઓએ કરેલી કામગીરી બાબતે રોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Surat: દર્દી કણસતો રહ્યો અને તબીબો પોતાની મસ્તીમાં મસ્ત, હોસ્પિટલના સત્તાધીશોએ મોડે મોડે ખુલાસો કર્યો

Advertisement

એક વરસાદી ઝાપટાએ મેન્ટેનન્સ કામગીરીની પોલ ખોલી

પ્રિ-મોન્સૂન (Monsoon) કામગીરી આમ તો ફેબ્રુઆરી-માર્ચ માસથી શરૂ કરી દેવામાં આવતી હોવાનું સામાન્ય એક અંદાજ છે, જેનો હેતુ જ લોકોને ચોમાસા દરમિયાન થતી વીજ પુરવઠો ખોરવાતાની સમસ્યા સામે નક્કર પગલાં ભરવાનો હોય છે. પરંતુ, હાલ એ પરિસ્થિતિ છે કે લોકો મેન્ટેનન્સનાં નામે 10-10 કલાક આગ ઓકતી ગરમીમાં પણ સહન કરી સહકાર આપે છે. છતાં તેનું પરિણામ જોવા મળી રહ્યું નથી તેનું દુઃખ લોકોમાં વર્તાઈ રહ્યો છે. હાલ જ રવિવારે મેન્ટેનન્સ કામગીરી કર્યા બાદ પણ સોમવારે વહેલી સવારે એક વરસાદી ઝાપટાએ મેન્ટેનન્સ કામગીરીની પોલ ખોલી નાખી હતી અને લોકોને અંધારા અને ગરમીમાં કલાકથી દોઢ કલાક શેકાવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો - Amreli : SOG પોલીસની ગાડીને અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ મળવા મામલે કાર્યવાહી

છોટાઉદેપુર વીજ કચેરી મેન્ટેનન્સ કામગીરી માટે ઊઠા ભણાવે છે..!

સ્થાનિક કચેરી (Chhota Udepur) દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કેટલા ટકા કરી છે ? અને કેટલી બાકી છે ? તે અંગે સીધો સવાલ કચેરી સૂત્રો પાસે પૂછવાનો ગુજરાત ફર્સ્ટે (GujaratfirstNews) પ્રયાસ કરાયો હતો, જેમાં તેઓ દ્વારા જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. જે શંકા ઉદ્ભવે છે કે વીજ કચેરી મેન્ટેનન્સ કામગીરી માટે ઉઠા ભણાવે છે..!

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Sukhpreet Kaur Case : મોડલ યુવતીનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.

×