Chhota Udepur : હોસ્પિટલ તંત્રની બેદરકારીનાં લીધે ગર્ભવતી મહિલાનું મોત! પરિવારજનોનાં ગંભીર આક્ષેપ
- Chhota Udepur નાં મોટી સાઘલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘટના
- નાની સઢલી ગામની ગર્ભવતી મહિલાનું પ્રસુતિ બાદ મોત થતાં પરિવારનો હોબાળો
- હોસ્પિટલ તંત્રની બેદરકારીનાં લીધે ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાનો આરોપ
છોટા ઉદેપુર (Chhota Udepur) તાલુકાનાં મોટી સાઘલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાની સધલી ગામનાં દક્ષાબેન રવિન્દ્રભાઈ રાઠવા ગર્ભવતી હોવાથી ગતરોજ દુ:ખાવો થતાં દાખલ કરાયા હતા. નોર્મલ ડિલિવરી બાદ વધુ પડતું લોહી વહી જતાં દર્દીને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરાઈ હતી. પરંતુ, સારવાર મળે તે પહેલા જ મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ તંત્રની લાપરવાહીનાં કારણે મોત થયું હોવાનાં આરોપ સાથે ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad : ISKCON મંદિરનાં સંચાલકો સામે ગંભીર આક્ષેપો થતાં હડકંપ! નિવૃત્ત આર્મીમેનની હેબિયસ કોર્પસ
ડિલિવરી બાદ વધુ બ્લીડિંગ થતાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ રીફર કરાયા હતા
છોટાઉદેપુર તાલુકાનાં (Chhota Udepur) નાની સાધલીમાં રહેતા દક્ષાબેન રવીન્દ્રભાઈ રાઠવા ગર્ભવતી હોવાથી મોટી સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Health Center) ખાતે ચેકઅપ માટે આવતા હતા. પરંતુ, સોમવારે તેમને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક મોટી સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં, સાંજે 7:30 વાગે તેમણે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ, દક્ષાબેનની તબિયત લથડી હતી. તેમને વધુ પડતું બ્લીડિંગ શરૂ થતાં સ્ટાફ નર્સ દ્વારા સારવાર શરૂ કરાઈ હતી.
આ પણ વાંચો - PMAY Scam : 250 લોકો પાસેથી રૂ. 3 કરોડથી વધુ પડાવ્યા, ભેજાબાજનું કાવતરું જાણી ચોંકી જશો!
મહિલા દર્દીનું મોત થતાં પરિવારજનોનો હોબાળો
જો કે, તબિયતમાં સુધારો ન થતાં દક્ષાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ (Chhota Udepur General Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ફરજ પરનાં ડોક્ટરે દક્ષાબેનને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ પરિવારજનોએ તબીબની ગેરહાજરીને કારણે મહિલા દર્દી મોતને ભેટી હોવાનાં આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી સાથે થયેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રસ્તુતાની આ પાંચમી પ્રસુતિ હતી. ત્યાંનાં મેડિકલ ઓફિસર હાલ તાલીમ અર્થે છે. સ્ટાફ નર્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી પરંતુ, વધુ લોહી વહી જવાનાં કારણે તેમનું મોત થયું હોવાનું અંદાજ છે.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Anand : ગાંધીનાં ગુજરાતમાં 'સિંઘમ' જ દારૂનાં વેપલામાં સામેલ! હેડ કોન્સ્ટેબલનાં ઘરેથી મળ્યો વિદેશી દારૂ


