ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur : ડોલોમાઈટ માઇન્સ બંધ કરવાનાં નિર્ણય સામે વિરોધ, છોટાઉદેપુર સજ્જડ બંધ

છોટાઉદેપુરમાં ડોલામાઈટ પથ્થરનો પાવડર બનાવવાનાં 100 જેટલા કારખાના છે. આ કારખાનાઓને 32 જેટલી પથ્થરની ખાણો કાચો માલ પૂરો પાડે છે.
11:22 PM Apr 28, 2025 IST | Vipul Sen
છોટાઉદેપુરમાં ડોલામાઈટ પથ્થરનો પાવડર બનાવવાનાં 100 જેટલા કારખાના છે. આ કારખાનાઓને 32 જેટલી પથ્થરની ખાણો કાચો માલ પૂરો પાડે છે.
CU_Gujarat_first main
  1. છોટાઉદેપુર પંથકમાં આજે સજ્જડ બંધ, સરકારનાં નિર્ણય સામે વિરોધ (Chhota Udepur)
  2. ડોલો માઈટ માઇન્સ બંધ કરવાનાં વિરોધમાં ફેક્ટરીઓ, ખાણ, દુકાનો બંધ
  3. વેપારી મહામંડળ, માઈન્સ એસોસિએશન દ્વારા બંધનું એલાન કરાયું હતું
  4. મિનરલ મરચંટ એસો., ટ્રાન્સપોર્ટ એસો. અને લઘુ ઉદ્યોગ વેપારી મંડળ દ્વારા પણ બંધનું એલાન
  5. ખાણોનાં એનવાયરમેન્ટ EC સર્ટી રદ થતા માલિકોએ તેઓની ખાણ બંધ કરવાની ફરજ પડી

છોટાઉદેપુર પંથકમાં (Chhota Udepur) આજે સરકાર દ્વારા છોટાઉદેપુર વિસ્તારમાં ચાલતી ડોલો માઈટ માઇન્સ બંધ કરવાનાં નિર્ણયનાં વિરોધમાં મૌન રેલી યોજી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, છોટાઉદેપુર પંથકમાં ડોલામાઈટ પથ્થરનો પાવડર બનાવવાનાં 100 જેટલા કારખાના આવેલા છે. આ કારખાનાઓને છોટાઉદેપુરમાં આવેલી 32 જેટલી પથ્થરની ખાણો (dolomite mines) કાચો માલ પૂરો પાડે છે. પરંતુ, આ ખાણોનાં એનવાયરમેન્ટ EC સર્ટી રદ થવાને કારણે ખાણ માલિકોએ તેઓની ખાણ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે પથ્થર પીસવાનાં 100 જેટલા કારખાના પર કાચો માલ આપી શકાતો નથી, જેથી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતનાં રાજ્યોમાં સપ્લાય થતો ડોલોમાઈટ પાઉડરનું પ્રોડક્શન અટકી ગયું છે. આ નિર્ણયનાં વિરોધમાં આજે છોટાઉદેપુર બંધનું એલાન કરાયું હતું.

સરકારનાં નિર્ણયનાં વિરોધમાં છોટાઉદેપુરનગર આજે સજ્જડ બંધ

છોટાઉદેપુર વેપારી મહામંડળ, માઈન્સ એસોસિએશન, મિનરલ મરચંટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, લઘુ ઉદ્યોગ વેપારી મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે છોટાઉદેપુરનગર (Chhota Udepur) આજે સજ્જડ બંધ રહ્યું હતું. આ બાબતે સરકાર તરફથી સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુરમાં સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા સેવા સદન સુધી મૌન રેલી યોજી અને નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લા 15 દિવસથી બંધ ખાણોનાં (dolomite mines) કારણે હાલ કાચો માલ પૂરો પાડતી પથ્થરની ખાણો કાચો માલ કારખાનાને પૂરું પાડી શકતા નથી, જેને લઇ છોટાઉદેપુર જિલ્લાનો મુખ્ય રોજગારીનાં સ્ત્રોત તરીકે વિકસેલ ડોલો માઈટ ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારનાં આ નિર્ણયનાં વિરોધમાં છોટાઉદેપુરનગરના તમામ વેપારીઓ પોતાની દુકાનો, રોજગાર ધંધા બંધ રાખવાની સાથે જ તમામ ઉદ્યોગપતિઓ પોતાના ફેક્ટરી કારખાનાં સ્વયંભૂ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો - Dahod: પહલગામ આતંકી હુમલાને લઈ બંધનું એલાન, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી નોંધાવ્યો વિરોધ

સરકાર દ્વારા જલદી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગ

છોટાઉદેપુર જિલ્લામાં (Chhota Udepur) આવેલ ડોલામાઈટ ઉદ્યોગને કાચો માલ પૂરી પાડતી માઈન્સોના ઈ.સી સર્ટિફિકેટને રદ કરી દેવાતા ડોલોમાઈટ (dolomite) ઉદ્યોગપતિઓ મોકાણમાં મુકાયા છે અને આવનાર ટૂંક સમયમાં જ કાચો રો મટિરિયલ પૂર્ણ થવાની કગાર પર છે. નજીકના જ ભવિષ્યમાં કારખાનાઓને તાળા મારવાની નોબતને નકારી શકાય તેમ નથી. તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી પથ્થરની ખાણો બંધ હોવાથી જેની પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત ક્ષેત્રો પર ગંભીર અસર વર્તાઈ રહી છે અને 70 જેટલા ગામોનાં લોકો આ ક્ષેત્રથી રોજગારી મેળવી રહ્યા હોય તેમની રોજગારી પર ગંભીર અસર થઈ રહી છે. મિલ માલિકોને રોજનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેથી આવનારા ટૂંક સમયમાં આ કારખાના પણ બંધ કરવા પડે તેવી નોબત આવી છે. આ માટે સરકાર દ્વારા આ બાબતે નિર્ણાયક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

આ પણ વાંચો - Gandhinagar : શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વના સમાચાર, ફાઇનલ મેરીટ-જિ. પસંદગીની તારીખ જાહેર

આશરે 20 થી 25 હજાર મજૂરોને રોજગાર ગુમાવવાનો વારો આવશે એવી ભીતિ

આવેદન પત્ર માં રજૂઆત કરવામાં આવી છે કે તાજેતરમાં ખનીજ ખાતા તરફથી ડોલોમાઈટ પથ્થરની લીઝોની Environment Clearance Certificate ની અરજીઓ રદ્દ કરાઈ છે, જેના કારણે ખાણ પરથી આવતો કાચો માલ બંધ થઈ ગયો છે. જૂન મહિના સુધી જ ખાણમાં કામ ચાલુ રહે છે અને વરસાદ પડયા પછી ખાણમાં કામ બંધ થઈ જતુ હોય છે. એટલે જ ડોલોમાઈટ પ્રોસેસિંગ યુનિટોને (Dolomite Processing Units) ડિસેમ્બર મહિના સુધી ઉપયોગમાં લેવા માટેનો જથ્થો જૂન મહિના પહેલા સંગ્રહ કરી રાખવો પડે છે. પરંતુ, આ સમયમાં જ ખનીજ ખાતા તરફથી આવી કાર્યવાહી કરવાને કારણે ડોલોમાઈટ પથ્થરનો સ્ટોક કરવો મુશ્કેલ થઈ ગયું છે. ઘણા બધા યુનિટોમાં કાચો માલ પૂરો થઈ ગયો છે અને બાકીનાં યુનિટોમાં પૂરો થવાની તૈયારી છે. આવી રીતે જ જો માઈન્સો બંધ રહી તો આવનાર દિવસોમાં આ ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં જતો રહેશે અને આ ઉદ્યોગને કારણે પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે રોજી રોટી મેળવાતા આશરે 20 થી 25 હજાર મજૂરોને રોજગાર ગુમાવવાનો વારો આવશે. તેમ જ માલ સપ્લાય ના કરી શકવાને કારણે વ્યાપારીઓ પાસેથી બાકી લેણાં આવવામાં સમસ્યા ઊભી થશે અને આ ઇન્ડસ્ટ્રીઝને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે. તો આ બાબતે યોગ્ય નિર્ણય લઈ વહેલી તકે માઈનિંગ પૂર્વવત ચાલુ થાય એવા પ્રયત્ન કરવા માંગ કરવામાં આવી છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Kutch : ભુજ-ખાવડા હાઇવે પર ટ્રેઇલર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

Tags :
Chhota UdepurChhotaudepur Traders' Associationdolomitedolomite minesDolomite Processing UnitsEnvironment Clearance CertificateMineral Merchants AssociationMines AssociationSmall Industries Traders' AssociationTransport Association
Next Article