ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur : 'ગેર મેળા' માટે જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ” નું આયોજન

આ નવતર પ્રયાસ વિશે સ્થાનિક જનજાગૃતિ લાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 'ગેર માટે દોડ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
06:57 PM Feb 21, 2025 IST | Vipul Sen
આ નવતર પ્રયાસ વિશે સ્થાનિક જનજાગૃતિ લાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 'ગેર માટે દોડ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
Chhota Udepur_Gujarat_first main
  1. Chhota Udepur જિલ્લાનાં કવાંટ તાલુકા ખાતે “ગેર મેળા” નું આયોજન
  2. “ગેર મેળા” માટે જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ”નું આયોજન
  3. જિલ્લા કલેકટરની આગેવાનીમાં ગેર માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાનાં (Chhota Udepur) કવાંટ તાલુકા ખાતે દર વર્ષે હોળીનાં ત્રીજા દિવસે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ “ગેર મેળા” નું આયોજન 16 માર્ચનાં રોજ થશે. આ ગેરમેળા માટે જનજાગૃતિ લાવવા 'ગેર માટે દોડ' નું આયોજન જિલ્લા કલેકટરની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકા ખાતે ગેર માટે દોડ વિશેની માહિતી આપતા જિલ્લા કલેક્ટેર ગાર્ગી જૈને (Gargi Jain) જણાવ્યું હતું કે, 'આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'ગેર મેળા' નું (Ger Mela) આયોજન કરીને સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખવા માટે નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.' આ નવતર પ્રયાસ વિશે સ્થાનિક જનજાગૃતિ લાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 'ગેર માટે દોડ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Surat : નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ કરનારો ઝારખંડમાંથી ઝડપાયો

જિલ્લા કલકેટરની ઉપસ્થિતીમાં “ગેર માટે દોડ” (Run for Ger) એસ.એફ. હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી નગરસેવા સદન, સ્ટેટ બેંક ચાર રસ્તા, પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈન એસ.એફ. હાઈસ્કૂલ ખાતે 2 કિ.મી દોડ પૂરી થઈ હતી. “ગેર માટે દોડ” માં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત જિલ્લા વહીવટ તંત્રનાં અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

આ પણ વાંચો - Cyber Crime: હોસ્પિટલના CCTV વાયરલ મુદ્દે વધુ ખુલાસા, ક્રાઈમ બ્રાન્ચના DCP લવિના સિન્હાનું નિવેદન

જિલ્લા સમાહર્તા ગાર્ગી જૈને પરંપરાગત ભીતચિત્રોનું નિરિક્ષણ કર્યું

છોટાઉદેપુર જિલ્લાનાં (Chhota Udepur) કવાંટ તાલુકા ખાતે હોળીનાં ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” યોજાય છે. આ વર્ષે “ગેર મેળા” 16 માર્ચે યોજાશે. “ગેર મેળા” ને રાષ્ટ્રીય કક્ષાનાં મેળાની શ્રૃંખલામાં મૂકવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવાવમાં આવી રહ્યો છે, જેની કવાંટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ નવતર અભિગમનાં ભાગરૂપે સ્થાનિક કલાકારો દ્વારા કવાંટનાં મુખ્ય બજારમાં 28 જગ્યાઓ પર પરંપરાગત ભીતચિત્રો દોરવામાં આવશે. પીઠોરા અને વારલી ભીતચિત્રોમાં સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિની ઝાખી જોવા મળશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દોરવામાં આવતા ભીતચિત્રોનું જિલ્લા સમાહર્તા ગાર્ગી જૈને (Gargi Jain) નિરીક્ષણ કર્યું હતું.

એહવાલ : તૌફીક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વકતવ્યમાં Gujarat First નાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટનો કર્યો ઉલ્લેખ

Tags :
BhatigalDistrict Collector Gargi JainGer Mate DodGer MelaGUJARAT FIRST NEWSKwant TalukapithoraTop Gujarati News
Next Article