ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'કુછ દિન તો ગુજારો Chhota Udepur કે ગાંવ મેં', નવા વર્ષે Gujarat First ની ટીમ પહોંચી પૃથ્વીનાં 'સ્વર્ગ' માં!

અહીંનાં પ્રાકૃતિક સૌંદર્યને જોઈને એવો અહેસાસ થાય છે કે જાણે કુદરત સ્વયંમ અહી વાસ કરે છે.
12:21 AM Jan 01, 2025 IST | Vipul Sen
અહીંનાં પ્રાકૃતિક સૌંદર્યને જોઈને એવો અહેસાસ થાય છે કે જાણે કુદરત સ્વયંમ અહી વાસ કરે છે.
Chhota Udepur_gujarat_first 2
  1. નવા વર્ષની નવી પ્રભાતે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી તુરખેડા (Chhota Udepur)
  2. પૃથ્વીનું સ્વર્ગ કહેવાતું આ ગામ પર્વતોની હાર માળા વચ્ચે આવેલું છે.
  3. લીલાછમ જંગલોની લીલી ચાદર ઓઢેલ આ ગામમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે

આજે નવા વર્ષનાં પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025 નાં રોજ નવી પ્રભાતે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે ત્યાં કે જેને પૃથ્વી પરનો સ્વર્ગ માનવામાં આવે છે. છોટાઉદેપુર (Chhota Udepur) થી 47 કિલોમીટરનો પ્રવાસ ખેડી અને ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ અહીં પહોંચી હતી અને અલૌકિક નજારો ગુજરાત ફર્સ્ટનાં દર્શકોને પીરસવાની તક ઝડપી હતી. અહીંનાં પ્રાકૃતિક સૌંદર્યને જોઈને એવો અહેસાસ થાય છે કે જાણે કુદરત સ્વયંમ અહી વાસ કરે છે. સાથે એવું પણ કહેવાનું મન થાય કે 'કુછ દિન તો ગુજારો છોટાઉદેપુર કે ગાંવ મેં'.

આ પણ વાંચો - 'Welcome2025' : નવા વર્ષનાં વધામણાં કરવા રાજ્યભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ, જુઓ Photos

પર્વતોની હાર માળા વચ્ચે લીલાછમ જંગલોની લીલી ચાદર ઓઢેલ એવું તુરખેડા ગામ

છોટાઉદેપુર જિલ્લાનો (Chhota Udepur) પ્રકૃતિનાં ખોળે વસેલ એક નાનકડું ગામ તુરખેડા, જેની આજે વાત કરવાની છે. કવાટ તાલુકાનાં પર્વતોની હાર માળા વચ્ચે લીલાછમ જંગલોની લીલી ચાદર ઓઢેલ એવાં નાનકડા ગામ તુરખેડામાં (Turkheda) પ્રવેશ કરતાની સાથે જ પૃથ્વી પરનાં સ્વર્ગનો અહેસાસ પર્યટકો કરે છે. ચારો તરફ ડુંગરોની હાર માળા અને લીલાછમ જંગલો તો બીજી તરફ નર્મદા નદીનો કાંઠો તુરખેડાની પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરી આપે છે. ચોમાસામાં તો આ પ્રાકૃતિક સૌંદર્ય સોળે કલાએ ખીલી ઊઠે છે. તુરખેડા ગામનાં પ્રાકૃતિક સૌંદર્યની વાતો દૂર-દૂર સુધી વેહેતી થઈ હોવાનાં કારણે અહીં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો પ્રવાસ પણ ખેડતા હોઈ છે. કહેવાય છે કે ડુંગરોની વચ્ચે ક્યાંકને ક્યાંક એક રાડ પણ પાડતા હોય છે કે 'કુછ દિન તો ગુજારો છોટાઉદેપુર મેં'.

આ પણ વાંચો - Surat : હજીરાની ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, 4 કોન્ટ્રાક્ટર કામદારોનાં મોત

અદભુત પ્રકૃતિનો અહેસાસ કરાવે છે આ ગામ

અહીં, ડુંગરોની હારમાળા અને લીલાછમ જંગલો અદભુત પ્રકૃતિનો અહેસાસ કરાવે છે, તો દૂર નજર કરીએ તો નર્મદા નદીનો (Narmada River) કિનારો જાણે કે આ સૌંદર્યમાં સૂર પૂરતો હોય તેમ અદભુત નજારો જોવા મળી આવે છે. પ્રકૃતિની સાથે અહીંની ભોળી પ્રજા અને સાદગીભરી જીવનશૈલી અહીં (Turkheda) આવતા પર્યટકોનાં દિલ મોહી લે છે. આજે પણ આધુનિક યુગની હરણફાળ જીવનશૈલી વચ્ચે અહીંનાં લોકોની નીખાલસ અને ભોળા છે અને સાદું જીવન વ્યતિત કરે છે. આ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા વિસ્તારની વાત કરીએ તો બસ એક જ ટ્વીસ્ટ આવે છે, કે જ્યાં ક્યાકને ક્યાંક હજી પણ ભૌતિક સુવિધાનો અભાવ જોવા મળે છે, તેવામાં અહીંનાં લોકો તેને દુરસ્ત કરી તુરખેડાનાં પ્રાકૃતિક સૌંદર્યની સુવાસ દૂર-દૂર સુધી પહોંચાડવા અપીલ કરી રહ્યા છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Ahmedabad : યુવકે રૂ. 200 ની પંજાબી ડીશ મંગાવી, ખોલીને જોયું તો..! જુઓ Video

Tags :
Breaking News In GujaratiChhota UdepurforestsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKavat talukaKuch Din To Gujaro Chhota Udepur MeinLatest News In GujaratiNarmada riverNews In GujaratiTurkheda
Next Article