Chhota Udepur : ધો.10ની વિદ્યાર્થીનીને મળ્યો ન્યાય, યોગ્ય તપાસ બાદ ઉત્તીર્ણ જાહેર કરાઈ
- ગુજરાત સરકારે ધો.10ની વિદ્યાર્થીને અપાવ્યો ન્યાય
- CM Bhupendra Patel ની સૂચનાથી રાજ્ય શિક્ષણ મંત્રીએ કરાવી તટસ્થ તપાસ
- Prafulla Panseria એ સાચુ પરિણામ વિદ્યાર્થીનીને સોંપ્યું
Chhota Udepur : છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારની પરમાર અંકિશા (Parmar Ankisha) એ ધોરણ.10ની બોર્ડ પરીક્ષામાં ગેર સમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી. જેના કારણે પરિણામ જાહેર થતા તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી. Ankisha આ નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી. આ નાસીપાસ દીકરી વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ને જાણ થતાં જ તેમણે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા (Prafulla Panseria) ને યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવા સૂચના આપી હતી.
રાજ્ય શિક્ષણ મંત્રીએ કરાવી યોગ્ય તપાસ
છોટા ઉદેપુરની વિદ્યાર્થીની પરમાર અંકિશાનું ધો.10નું પરિણામ ગેરસમજણના લીધે નાપાસ આવ્યું હતું. આ સમગ્ર મામલે CM Bhupendra Patel ની સૂચનાથી શિક્ષણ રાજ્ય મંત્રી Prafulla Panseria એ ગંભીરતાથી તપાસ કરાવડાવી. જેમાં સરકારે ન્યાયસંગત અભિગમ અપનાવીને બોર્ડ દ્વારા આ વિદ્યાર્થીનીનું સાચું પરિણામ જાહેર કરાવડાવ્યું. જેમાં આ વિદ્યાર્થીની પરમાર અંકિશા ઉ્ત્તીર્ણ હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહિ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાના હસ્તે વિદ્યાર્થીનીને સાચુ પરિણામ પત્રક આપ્યું અને ધો.11માં પ્રવેશ માટેની આવશ્યક તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરાવી. આ ઘટના રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ પ્રત્યેની સહાનુભૂતિ, તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાયાધારિત દૃષ્ટિકોણનો સ્પષ્ટ પુરાવો છે. એક નાનકડી ભૂલને કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય બાબતે સરકારે દાખવેલ માનવતા સ્પષ્ટ ઝળકે છે.
આ પણ વાંચોઃ Bhavnagar: સોમનાથ નેશનલ હાઈવે બન્યો રક્તરંજિત, ટ્રિપલ એક્સિડન્ટમાં 3નાં મોત
શું છે સમગ્ર મામલો ?
Chhota Udepur જિલ્લાના નસવાડી વિસ્તારની પરમાર અંકિશાએ ધોરણ.10ની બોર્ડ પરીક્ષામાં ગેર સમજણના કારણે પોતાના બેઠક નંબર 73ના બદલે અન્ય બેઠક નંબર 71 પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી. જેના કારણે પરિણામ જાહેર થતા તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી. જો કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના પ્રયત્નોથી આ વિદ્યાર્થીનું સાચું પરિણામ જાહેર થયું જેમાં તે ઉત્તીર્ણ થઈ છે. રાજ્ય શિક્ષણ મંત્રીએ જાતે જ આ સાચું પરિણામ વિદ્યાર્થીનીને સુપરત કર્યુ અને ધો.11માં પ્રવેશ માટેની આવશ્યક તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી.
-છોટાઉદેપુરની નાપાસ કરેલી દીકરીને મળ્યો ન્યાય
-બેઠક નંબર લખવામાં ભૂલ થતા દીકરીને કરી હતી નાપાસ
-નાપાસ થયેલી દીકરીને પાસ જાહેર કરી સર્ટી અપાયું
-શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા દીકરીને આપ્યું સર્ટિફિકેટ
-ગેરહાજર ઉમેદવારની જગ્યાએ બેસી પરીક્ષા આપતા થઈ ભૂલ
-વર્ગખંડ નિરીક્ષકને ભૂલ થવા… pic.twitter.com/lKXWrPJRNa— Gujarat First (@GujaratFirst) May 14, 2025
ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ અપાઈ
આ સમગ્ર ઘટનામાં સંબંધિત ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તકેદારી રાખવા પણ રાજ્ય મંત્રીએ સૂચના આપી છે. છેવાડાના જિલ્લાની દીકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખૂબ સત્વરે ન્યાય અપાવવા અને તેણીનું આગળનું શિક્ષણ બગડે નહિ તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશા પરમાર અને તેમના પરિવારે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ Sabar Dairy : રાજસ્થાનમાંથી દૂધની ખરીદીમાં ડિરેક્ટરો, વહીવટકર્તા 'ભ્રષ્ટાચાર' આચરતા હોવાનો ગંભીર આરોપ