Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur: અણધાર્યા વરસાદના કારણે ખેતીમાં નુકસાનના અણસારને લઇ ધરતીપુત્રો બન્યા ચિંતાતુર

ખેતીમાં નુકસાનના અણસારને લઇ ધરતીપુત્રોની ચિંતા વધી છોટાઉદેપુરમાં 18 ઓક્ટોમ્બર સુધી વરસાદી આગાહી કરવામાં આવી વરસાદના કારણે સોયાબીન, અડદ અને ડાંગર અંગે નુકસાનની ભીતિ Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં મેઘ મહેરથી પાણીની તંગીની સમસ્યા સામે પ્રજાએ રાહતની શ્વાસ અનુભવી રહીં છે....
chhotaudepur  અણધાર્યા વરસાદના કારણે ખેતીમાં નુકસાનના અણસારને લઇ ધરતીપુત્રો બન્યા ચિંતાતુર
Advertisement
  1. ખેતીમાં નુકસાનના અણસારને લઇ ધરતીપુત્રોની ચિંતા વધી
  2. છોટાઉદેપુરમાં 18 ઓક્ટોમ્બર સુધી વરસાદી આગાહી કરવામાં આવી
  3. વરસાદના કારણે સોયાબીન, અડદ અને ડાંગર અંગે નુકસાનની ભીતિ

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં મેઘ મહેરથી પાણીની તંગીની સમસ્યા સામે પ્રજાએ રાહતની શ્વાસ અનુભવી રહીં છે. તો બીજી તરફ મેઘ કહેરના કારણે ખેતીમાં નુકસાનના અણસારને લઇ ધરતીપુત્રો ચિંતાતુરબન્યા છે.  છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં હાલ નવરાત્રી દશેરા બાદ પણ વરસી રહેલા વરસાદને જાણકારો 18 ઓક્ટોમ્બર સુધી વરસાદી આગાહીની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. જેમાં ચોમાસા દરમિયાન વરસેલ સારા એવા વરસાદના કારણે જિલ્લામાં 128% વરસાદ નોંધાયો છે.જેને લઇ પાણીના સ્ત્રાવ ઉપર આવશે જેમાં કોઈ જ બેમત નથી. જેને લઇ જિલ્લામાં દર વર્ષે વર્તાતી પાણીની તંગીની સમસ્યાને નિવારણ રૂપે વરસેલ વરસાદને જોવા માં આવી રહ્યો છે.

Advertisement

સોયાબીન, અડદ અને ડાંગર અંગે નુકસાનની ભીતિ

બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં વાવેલ ખરીફ પાકો પૈકી સોયાબીન, અડદ અને ડાંગર અંગે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે તે અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાથમિક સર્વે માટે સૂચનો પણ આપી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં સારા ઉત્પાદનની આશા એ જન્મ લીધો હતો. પરંતુ હાલ એને મેઘ કહેર તરીકે જોવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 158 એમએમ વરસાદ વરસ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Mahisagar: અંધશ્રદ્ધાએ લીધો નિર્દોષ મહિલાનો જીવ, પરિણીતાની તબિયત લથડતાં ભૂવા પાસે લઈ ગયા અને...

ગ્રામીણ પ્રજાની કફોડી હાલત થતી જોવા મળી

આજે સવારથી જ બફારા અને વાદળછાયા વાતાવરણ બાદ અંતે બપોર બાદ મેઘરાજા ગાજા વાજા સાથે આવી પહોંચતા સમી સાંજ ચોમાસુ વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી. ચોમાસાએ વિદાય લઈ લીધી તેવી ભૂલમાં વગર વરસાદી રક્ષણ આવી પહોંચેલ ગ્રામીણ પ્રજાની કફોડી હાલત થતી જોવા મળી હતી. વરસાદી પાણીથી બચવા માટે ક્યાંક આશરો શોધતા પણ દ્રશ્ય જોવા મળી આવ્યા હતા. બીજી તરફ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પોતાના ઘર તરફની દોટ મુકતાના પણ દ્રશ્ય જોવા મળી આવ્યા હતા. સામાન્ય રીતે હાલ ચોમાસુ વિદાય અને શિયાળો દસ્તક આપતું હોવાનું ચરણ ચાલી રહ્યો છે. પરંતુ હાલની સ્થિતિને માનવીની લીલાછમ જંગલોનું વિનાશ નોતરી સિમેન્ટ કોન્ક્રીટ ના જંગલ સ્થાપવા પાછળની ઘેલછાનું આ પરિણામ સિનિયર સિટીઝનો ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: Jetpur: માનવતા મરી પરવારી! દુર્ગંધ અને કીડા પડેલ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

Tags :
Advertisement

.

×