ChhotaUdepur નગરપાલિકા ચૂંટણી જંગમાં 99 ઉમેદવારો મેદાને, જાણો શું કહે છે આંકડા?
- 142માંથી 104 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં હતા
- છેલ્લા દિવસે કુલ 5 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યાં
- નગરપાલિકાની 28 બેઠકો માટે 99 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
Chhotaudepur : સ્થાનિક સ્વરાજમાં ચૂંટણી યોજાવા જઈ રહીં છે. છેલ્લાં 22 માસ જેટલાં સમયથી સંભવીત ઉમેદવારો ચૂંટણીની કાગડોળે રાહ જોતા હતા. ત્યારે આગામી ફેબ્રુઆરી 16 મી એ ચૂંટણી યોજાનાર છે. અત્યાર સુધી યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી મેદાનમાં હતી. પ્રથમ વખત છોટાઉદેપુર (Chhotaudepur) નગરપાલિકાની ચૂંટણીમાં કહી શકાય સાત સાત રાજકીય પાર્ટીઓ નગરપાલિકાની બાગડોર કબજે કરવા મેદાનમાં ઉતરી છે. આ વખતે પાલિકાની ચૂંટણીમાં અપક્ષો સહીત કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, નવીન ભારત નિર્માણ મંચ દ્વારા વિવિધ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Gujarat Local body election 2025: 215 બેઠકો બિનહરીફ જીતી, બાકીની બેઠકો માટે 16મીએ મતદાન
ફોર્મ ચકાસણી બાદ કુલ 104 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતાં
કોંગ્રેસ તરફથી 28 બેઠકો પૈકી 15 ઉમેદવારો ભાજપ તરફથી 20 ઉમેદવારો, આમ આદમી પાર્ટી તરફથી 12 ઉમેદવારો, બ.સ પા તરફથી 16, તેમજ સમાજવાદી પાર્ટી તરફથી 6 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. છોટાઉદેપુર (Chhotaudepur) નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 142 ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી ઉમેદવારે પત્રો ભર્યા હતાં. ફોર્મ ચકાસણી બાદ કુલ 104 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતાં. આજે વોર્ડ નંબર 5 માંથી 3, વોર્ડ નંબર 1 માંથી એક અને વોર્ડ નંબર 6 માંથી એક મળી કુલ 5 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હવે વોર્ડ નંબર 1 માં 13 ઉમેદવારો, વોર્ડ નંબર 2 માં 9 ઉમેદવારો, વોર્ડ નંબર 3માં 20 ઉમેદવારો, વોર્ડ નંબર 4 માં 14 ઉમેદવારો, વોર્ડ નંબર 5 માં 15 ઉમેદવારો, વોર્ડ નંબર 6 માં 18 ઉમેદવારો, વોર્ડ નંબર 7 માં 10 ઉમેદવારો મળી કુલ 99 ઉમેદવારો હાલ ચૂંટણી મેદાને છે.
આ પણ વાંચો: Rajkot:‘આપણો આહાર જ આપણું આરોગ્ય’ લઘુ ઉદ્યોગ ભારતી મેળામાં થીયા ઓર્ગેનિક સ્ટોલે આકર્ષણ જમાવ્યું
નગરપાલિકાની 28 બેઠકો માટે 99 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
હાલ તો મળી રહેલા ઓથેન્ટિક આંકડાને આધાર માનીએ તો નગરપાલિકાની 28 બેઠકો માટે 99 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે તેવું માની શકાય પરંતુ છતાંય આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફેરફારને અવગણી શકાય પણ નહીં. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવે છે તેમ તેમ સમીકરણો બદલાતા જોવાનો ઇતિહાસ સાક્ષી પૂરી છે. કહેવાય છે કે છોટાઉદેપુર પાલિકા નો રાજકારણ ગાંધીનગર કે દિલ્હીને પણ તપી જાય તેવું રાજકીય પંડિતો દ્વારા માનવામાં આવે છે.
અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો