ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ChhotaUdepur નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા

Chhotaudepur: છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે.
07:48 PM Feb 01, 2025 IST | VIMAL PRAJAPATI
Chhotaudepur: છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે.
ChhotaUdepur
  1. ભાજપે 28 બેઠકો પૈકી 20 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કર્યા
  2. 16 ફેબ્રુઆરીના રોજ સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે
  3. ચૂંટણીની તારીખો જાહેર થતાં ભર શિયાળે રાજકારણ ગરમાયું

Chhotaudepur: છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે. જેમાં લગભગ 22 માસના વહીવટદારના શાસનથી ચાલેલ નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતાં નગરનું રાજકારણ ભર શિયાળે ગરમાયું હતું. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નગરમાં તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા બંધ બારણે બેઠકોના આયોજનો બાદ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકારણ ભર શિયાળે ગરમાયું

મહત્વની વાત એ છે કે, ભાજપ, કોંગ્રેસ અને બસપા સહિત આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ મેદાને છે. આ સીવાય સમાજવાદી પાર્ટી સહિત અપક્ષોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી મેદાન મારવા માટે કમર કસી છે. કોંગ્રેસ તરફથી 28 બેઠકો પૈકી 16 ઉમેદવારો ભાજપ તરફથી 20 ઉમેદવારો, આમ આદમી પાર્ટી તરફથી 12 ઉમેદવારો, બસપા તરફથી 16, તેમજ સમાજવાદી પાર્ટી તરફથી 6 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gondal તાલુકા પંચાયત સુલતાનપુર સીટ માટે યોજાશે પેટા ચૂંટણી, ત્રણ ઉમેદવારોએ ભર્યું ફોર્મ

20 બેઠકો જીતી ભાજપનું બોર્ડ બનાવવાનો હુંકાર ભર્યો

ભાજપા જિલ્લા પ્રમુખે 20 માંથી 20 બેઠકો જીતી ભાજપનું બોર્ડ બનાવવાનો હુંકાર ભર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે આ વખતે આમ આદમી પાર્ટીની ઝાડુ ફરશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પૂર્વ પાલીકા પ્રમુખ અને ભાજપા તરફથી ઉમેદવાર અલ્પાબેન શાહે જણાવ્યું કે અમારો સીધો વિરોધી હાથી છે અને તેને અમે હરાવીશું તેવો હુંકાર ભર્યો હતો. આ સાથે કોંગ્રેસી પીઢ નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર, વાંચો આ મોટા સમાચાર

અપક્ષ ઉમેદવારે જીતની પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરી

પીઢ રાજકારણી અને અપક્ષ ઉમેદવાર આદમભાઈ સુરતીએ આ વખતે અપક્ષોનું બોર્ડ બનશે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, દરેક ઉમેદવાર પોતાની ચિત્રો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે. પરંતુ આખરી નિર્ણય તો મતદાતાઓના હાથમાં છે તે એક સત્ય હકીકત છે. હવે એ જોવાનું છે કે, આ ચૂંટણીનું પરિણામ કેવું આવે છે? છોટાઉદેપુર ભાજપા દ્વારા અંતિમ દિવસે પોતાના પત્તા ઓપન કર્યા અને 28 બેઠકો પૈકી 20 બેઠકો ઉપર પોતાના ઉમેવારો ઉતારવામાં આવ્યાં છે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
BJP vs congressChhotaUdepur BJP vs CongressChhotaudepur Latest NewsChhotaudepur MunicipalityChhotaUdepur Municipality ElectionsChhotaUdepur Municipality Elections NewsChhotaudepur NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsseven wards Elections
Next Article