ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ChhotaUdepur: ઓછા ખર્ચે બમણી આવક કરવી હોય તો પ્રાકૃતિક ખેતી કરો! આ ખેડૂતે આપી સલાહ

ChhotaUdepur જિલ્લાના અનેક ખેડુતો હવે ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે હેતુથી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
07:54 AM Jan 25, 2025 IST | VIMAL PRAJAPATI
ChhotaUdepur જિલ્લાના અનેક ખેડુતો હવે ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે હેતુથી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
ChhotaUdepur
  1. દરેક ધરતીપુત્રોએ પોતાના માટે પ્રાકૃતિક કૃષિ કરવી જોઇએ
  2. પ્રાકૃતિક ખેતી ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક આપે છે
  3. ભરતભાઈ છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી

ChhotaUdepur: ભરત ભાઈની સો વાતની એક વાત રોગ મુક્ત ભારત બનાવવું હોય તો ધરતીપુત્રોએ પોતે પ્રાકૃતિક કૃષિ જ વિક્લ્પ અને પ્રાકૃતિક ખેતીમાં ઘરનો પૈસો ઘરમાં, ગામનો પૈસો ગામમાં અને બહારનો પૈસોનો ગામમાં આવે છે. દરેક ધરતીપુત્રોએ પોતાના માટે પ્રાકૃતિક કૃષિ કરવી જોઇએ. છોટા ઉદેપુર જિલ્લાના અનેક ખેડુતો હવે ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે હેતુથી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.

છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યાં છે આ ખેડૂત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સરમપુરા ગામના ભરતભાઈ ભીલ 5 વર્ષ પહેલા રસાયણિક ખેતી કરતા હતા. તેમણે કપાસના વાવેતરમાં ખૂબ ખર્ચ થતો હતો. તેમણે મિત્રના સંપર્કથી પ્રાકૃતિક કૃષિની માહિતી મળી ત્યાર બાદ તેમને પ્રાકૃતિક કૃષિમાં રસ પડતા સ્વ-ખર્ચે પ્રાકૃતિક કૃષિના ફાર્મની મુલાકાત લીધી પ્રાકૃતિક કૃષિનો ઝીણવટ ભર્યો અભ્યાસ કર્યો. પ્રાકૃતિક કૃષિ કરતા ભરતભાઈ જણાવે છે કે, 20 વર્ષ આગાઉ ગાય આધારિત ખેતીની પુસ્તિકા મળી હતી. પરંતુ તેમાં પાંચ આયામો ન હતા વર્તમાનમાં. પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનો ઉપયોગ કરીને છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું. પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં ચોમાસામાં અળસિયા ખુબ ઉત્પન થાય છે.

આ પણ વાંચો: Sabarkantha: પશુપાલકો થઈ જાય સાવધાન! બુલેટ ઘાસ ખાતા 5 દુઝણી ગાયો મોતને ભેટી

પાંચ વર્ષ દેશી બીજનો જ ઉપયોગ કરીએ છીએઃ ખેડૂત

પોતાના મોડેલ ફાર્મની વિગતો આપતા તેઓ જણાવે છે કે, ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ કરવાથી મારી જમીનમાં ફળદ્રુપતા વધતા માટી ભરભરી થઈ ગઈ છે. ખેતરમાં જે નિંદામણ થાય છે તેને જમીનમાં આચ્છાદાન કરીએ છીએ. પાંચ વર્ષ દેશી બીજનો જ ઉપયોગ કરીએ છીએ. વાવણી વખતે સૌ પ્રથમ જમીનમાં ઘનજીવામૃત આપું છું, બીજની વાવણી વખતે બીજને બીજામૃતનો પટ આપવામાં આવે છે. વાવણી થઈ ગયા બાદ ક્યારામાં જીવામૃત આપુ છું, ખેતરમાં પાકનો ક્રોપ તૈયાર થયા બાદ પાક અને જીવાતને અનુરૂપ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્રનો ઉપયોગ કરું છું’.

આ પણ વાંચો: Bharuch : પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળવા મામલે રેસ્ટોરન્ટ સામે મોટી કાર્યવાહી

વાલોડ પાપડીનો 20 વર્ષથી એક જ બીજનો ઉપયોગ કરું છુંઃ ખેડૂત

વધુમાં ખેડૂતે કહ્યું કે, ‘મોડેલ ફાર્મમાં ચોમાસામાં મિશ્ર પાક પદ્ધતિથી મકાઈ, તુવેર અને કપાસની વાવણી કરી જેમાં 100 ટકા સફળતા મળી હતી. રવિ પાકમાં મકાઈ, ચણા, ડુંગળી, લસણ, ધાણા, મેથી અને અન્ય પાક કરું છુ. વાલોડ પાપડીનો 20 વર્ષથી એક જ બીજનો ઉપયોગ કરું છું, જેને સાચવવા માટે ગાયના ગોબરના છાણાની રાખમાં બીજ મુકવાથી બીજને કોઈ રોગ કે નુકશાન થતું નથી. પ્રાકૃતિક કૃષિની આવક ઉપરાંત પ્રાકૃતિક કૃષિના આયામો બનાવી તેનું વેચાણ કરી સારી આવક મેળવું છું.

આ પણ વાંચો: Kheda : 1 કરોડની લૂંટનો ભેદ અંતે ઉકેલાયો, એક કરોડની ટીપ આપનારો આખરે ઝડપાયો

પ્રાકૃતિક કૃષિ ખુબ જ ફાયદાકારક

માસ્ટર ટ્રેનર ભરતભાઈએ ધરતી પુત્રોને સંદેશ આપતા જણાવે છે કે, ‘રોગ મુક્ત ભારત બનાવવું હોય તો ધરતીપુત્રોએ પોતે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં ઘરનો પૈસો ઘરમાં, ગામનો પૈસો ગામમાં અને બહારનો પૈસોનો ગામમાં આવે છે. દરેક ધરતીપુત્રોએ પોતાના માટે પ્રાકૃતિક કૃષિ કરવી જોઈએ’.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
abandoned chemical farmingBharat BhaiChhotaUdepurGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsNatural farming at own expenseNatural farming Infonatural farming Newssons of the earth
Next Article