ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhotaudepur: પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને ખેતીમાં મેળવી સફળતા, આવક થઈ બમણી...

Chhotaudepur: છોટાઉદેપુર તાલુકાના દડીગામના ખેડૂત લાલભાઈ રાઠવાએ મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે સોયાબીન, અડદ અને તુવેર જેવા પાકોનું ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવી છે.
09:11 AM Nov 22, 2024 IST | VIMAL PRAJAPATI
Chhotaudepur: છોટાઉદેપુર તાલુકાના દડીગામના ખેડૂત લાલભાઈ રાઠવાએ મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે સોયાબીન, અડદ અને તુવેર જેવા પાકોનું ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવી છે.
Chhotaudepur
  1. દડીગામના ખેડૂત લાલાભાઈ રાઠવાએ ખેતીમાં કર્યો કમાલ
  2. પ્રાકૃતિક ખેતીમાં આ રીતે લાલભાઈએ મેળવી સફળતા
  3. વર્ષે ખર્ચ કાઢતા રૂપિયા 01.50 લાખનો નફો મેળવ્યો હતો

Chhotaudepur: દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી અનેક પહેલો કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના દડીગામના ખેડૂત લાલભાઈ રાઠવાએ મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે સોયાબીન, અડદ અને તુવેર જેવા પાકોનું ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવી છે. વધુમાં પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ વિકસાવવા માટે રાજય સરકારની યોજનામાં રૂપિયા 13,500 ની સહાય મળી છે સાથે દેશી ગાયના નિભાવ ખર્ચ માટે માસિક 900 રૂપિયાની સહાય પણ મેળવે છે.

2019 ના વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત લાલાભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી માટે ત્રિમંદિર અડાલજ ખાતે 9 દિવસની પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ મેળવી હતી ત્યાંથી પ્રાકૃતિક ખેતી માટેની પ્રેરણા મળી હતી. 2019 ના વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પહેલાની ખેતી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખુબ ફરક જોવા મળ્યો છે. શરૂઆતના સમયમાં ઉત્પાદન થોડું ઓછુ આવ્યું હતું. પરંતુ ત્યારે બાદ હવે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે સાથે 100% પરિમાણ મેળવ્યું છે.

પ્રાકૃતિક ખેતી અને રાસા યણિક ખેતીમાં નફામાં ઘણો ફરક

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાં નફામાં ઘણો ફરક જોવા મળે છે. રસાયણિક ખેતીમાં અંદાજે એક સીઝનમાં 30 થી 35 હજારનો ખર્ચ થતો હતો જે પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ 02 હજાર જેવો નહિવત ખર્ચ થાય છે. પ્રાકૃતિક ખેતી એટલે જીરો બજેટની ખેતી છે. હાલમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજમૃત, નિમાસ્ત્ર, ભ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવા આયામો જાતે બનાવી ઉપયોગ કરું છુ. મારી પાસે 06 થી 07 દેશી ગાયો છે જેમના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરૂ છું.’ પહેલા જે રસાયણિક ખેતી કરતા હતા તેના કરતા પ્રાકૃતિક ખેતીમાં બે ઘણો ફાયદો થયો છે એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Bhuj: પ્રતિબંધિત હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ

ખર્ચ કાઢતા રૂપિયા 01.50 લાખનો નફો મેળવ્યો હતો

પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનની આવક વિષે વાત કરતા લાલાભાઈ જણાવે છે કે, ગત વર્ષ દરમિયાન મિશ્ર પાકમાં તુવેર, સોયાબીન, મગફળી અને બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ખર્ચ કાઢતા રૂપિયા 01.50 લાખનો નફો મેળવ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્રમાં સ્ટોલ ઉભો કર્યો હતો જેમાં ત્યારથી ઘણા લોકોના સંપર્ક થયા હતા. પ્રાકૃતિક ખેતી ઉત્પાદન થયેલ પાકમાં ચોખા, તુવેરદાળ, મકાઈનો લોટ જાતે બનાવી કિલોના પેકિંગમાં જાતે વેચાણ કરું છું એમ ઉમેર્યું હતું.

આ પણ વાંચો: VADODARA : શહેર ભાજપ પ્રમુખે દબાણોની લાંબીલચક યાદી વહીવટી તંત્રને સોંપી

દેશી ગાયના નિભાવ માટે દર મહિને 900 રૂપિયા સહાય

આ વર્ષે મિશ્ર પાકમાં સોયાબીન, અડદ અને તુવેરનું વાવેતર કર્યું હતું. જેમાં સોયાબીન અને અડદની કાપણી થઈ ચુકી છે અને તુવેરનો પાક હાલ ઉભો છે જેનું અંદજીત 20 થી 25 મણ ઉત્પાદન મળવાની સંભાવના છે. હાલમાં દેશી ગાયના નિભાવ ખર્ચ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહીને 900 રૂપિયા સહાય મળે છે. જેનો દેશી ગાયના ગૌમૂત્રમાંથી નિમાસ્ર અને અગ્નિસ્ર જેવા આયામો બનાવી ખેતીમાં ઉપયોગ કરે છે. વધુમાં તેમને સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આગળ વધે એવી અનુરોધ કર્યો હતો.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Junagadh : ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ

Tags :
ChhotaUdepurChhotaudepur FarmerChhotaudepur FarmersChhotaudepur Farming NewsChhotaudepur Natural FarmingChhotaudepur NewsFarming NewsGujarati Newsnatural farmingVimal Prajapati
Next Article