ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhotaudepur : નગરપાલિકા વિસ્તારમાં 22 જેટલા દબાણો પર ફર્યું તંત્રનું બુલટોઝર

આ સરદારનગર વિસ્તારનાં દબાણો બાબતે ગુરુવાર સાંજથી વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની શરૂઆત કરી હતી.
10:14 PM Mar 28, 2025 IST | Vipul Sen
આ સરદારનગર વિસ્તારનાં દબાણો બાબતે ગુરુવાર સાંજથી વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની શરૂઆત કરી હતી.
Chhotaudepur_gujarat_first main
  1. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તાર માં 22 જેટલા દબાણો દૂર કરાયા
  2. વેપારીઓ દ્વારા પણ તંત્રને સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો
  3. એસટી ડેપો પાસે આવેલી સરદાર નગર સોસાયટી નજીક દબાણો દૂર કરાયાં
  4. દબાણો દૂર કરવા માટે 2 જેસીબી અને 2 ટ્રેક્ટરનો ઉપયોગ કરાયો

છોટાઉદેપુરમાં (Chhotaudepur) છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ST ડેપો પાસે આવેલી સરદારનગર સોસાયટીમાં રોડની નજીકમાં બનાવેલ કમ્પાઉન્ડ વોલ અને મુકેલ કેબીનોનાં દબાણને હટાવવા અંગે કામગીરી હાથ પર લેવામાં આવી હતી અને આજે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરાયા હતા. જો કે, આ કામગીરીમાં તમામ વેપારીઓ દ્વારા પણ તંત્રને સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ! ચેરમેને સેવ્યું મૌન, તપાસ થાય તો મોટા ખુલાસા થવાની વકી

વેપારીઓએ સ્વેચ્છાએ માલ-સામાન અગાઉથી હટાવી લીધો

છોટાઉદેપુર ન.પા.માં આવેલ એસટી ડેપો પાસે સરદારનગર વિસ્તારમાં (Sardarnagar Society) આવેલ 22 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવા અને જગ્યા ખાલી કરવા બાબતે તંત્ર દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે, તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસોનાં કારણે વેપારીઓ દ્વારા એ એક દિવસ અગાઉ જ પોતાનો માલ-સામાન દબાણવાળી જગ્યા પરથી હટાવી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સરદારનગર વિસ્તારનાં દબાણો બાબતે ગુરુવાર સાંજથી વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની શરૂઆત કરી હતી. દબાણો દૂર કરવા તંત્ર આવે તે પહેલાં માલ-સામાનનું નુકસાન ન થાય તથા સરકારી કામગીરીમાં સહકાર આપવાનાં હેતુથી વેપારીઓએ સ્વેચ્છાએ માલ-સામાન અગાઉથી હટાવી લીધો હતો.

આ પણ વાંચો - Bhavnagarના ગારીયાધારમાં 6 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના પ્રયાસની ઘટનાથી મચી ગઈ ચકચાર

પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ

આજરોજ સવારે 11:00 વાગ્યાથી દબાણ હટાવ કામગીરી જિલ્લા કલેક્ટરની સૂચનાથી છોટાઉદેપુર (Chhotaudepur) પ્રાંત અધિકારી ડો. વિમલકુમાર બારોટની નિગરાણી હેઠળ પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. આ કામગીરીમાં 2 જેસીબી મશીનો અને 2 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે, દબાણો તોડવા માટે આવેલી ટીમને તકલીફ ના પડે તે માટે મહિલા કોન્સ્ટેબલ તેમ જ પીઆઇ કક્ષાના અધિકારીઓ હાજર રહીને દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ કામગીરીમાં તમામ વેપારીઓ દ્વારા પણ તંત્રને સાથ અને સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો.

અહેવાલ : અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?

Tags :
Chhota Udepur PoliceChhota Udepur Provincial OfficerChhotaUdepurdistrict collectorGUJARAT FIRST NEWSSardarnagar SocietyST DepotTop Gujarati News
Next Article