છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપને કર્યુ અલવિદા....
- મહેશ વસાવાએ ભાજપ સાથે ફાડ્યો છેડો
- આદિવાસી વિસ્તારો હજુપણ વિકાસથી વંચિતઃ મહેશ વસાવા
- ભાજપમાં અહંકાર છે, કોઈનું સાંભળતા નથીઃ મહેશ વસાવા
Narmada: આદિવાસીઓના અગ્રણી નેતા છોટુ વસાવા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો છે. મહેશ વસાવાએ ભાજપને અલવિદા કર્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. ભાજપમાં અહંકાર હોવાનો મહેશ વસાવાએ કર્યો આક્ષેપ. તેમણે કહ્યું કે, ભાજપમાં અહંકાર છે અને કોઈનું કોઈ સાંભળતું નથી.
મહેશ વસાવાના આક્ષેપો
ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ મોટું નિવેદન આપીને કેટલાક આક્ષેપો કર્યા છે. મહેશ વસાવાએ જણાવ્યું કે, વિચારધારાને કારણે મેં ભાજપ છોડી છે. મારા કામને ન્યાય મળતો નથી. ભાજપમાં કોઈનું કોઈ સાંભળતું નથી. ભાજપમાં અહંકાર વ્યાપેલો છે. ઉલ્લેખનીય છે કે 2024માં મહેશ વસાવાએ કેસરિયો ધારણ કરીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના દિશા નિર્દેશ અનુસાર ભાજપમાં આવ્યા હતા.
છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે ફાડ્યો છેડો
ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાનું મોટું નિવેદન@Chhotu_Vasava @BJP4Gujarat #BigBreaking #ChhotuVasava #MaheshVasava #BJP #MLA #Statement #GujaratFirst pic.twitter.com/ZouGq1q5V2— Gujarat First (@GujaratFirst) April 14, 2025
આ પણ વાંચોઃ VADODARA : ઐતિહાસિક માંડવી દરવાજાની દુર્દશા મામલે બીજા દિવસે વિરોધ જારી
કોણ છે મહેશ વસાવા ?
ગુજરાતના આદિવાસી પટ્ટાના જિલ્લાઓના દિગ્ગજ નેતા છે છોટુ વસાવા. આદિવાસીઓના અગ્રણી નેતા ગણાતા છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. મહેશ વસાવા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2024માં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો હાથ પકડીને ભાજપમાં પ્રવેશ્યા હતા. મહેશ વસાવાને પોતાના કામને ન્યાય ન મળતો હોવાની લાગણી અનુભવાઈ હતી. તેમણે ભાજપમાં અહંકાર વ્યાપેલો હોવાનું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારો હજૂ પણ વિકાસથી વંચિત છે. ભાજપની વિચારધારાને લીધે ભાજપ છોડવી પડી હોવાનું મહેશ વસાવા જણાવે છે.