Prayagraj: મહાકુંભ પહોંચ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયનની લીધી મુલાકાત
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પવેલિયનનું કર્યું નિરીક્ષણ
- ગુજરાત પવેલિયનમાં વિવિધ સ્ટોલની લીધી મુલાકાત
- ગુજરાત ટુરિઝમ વિભાગના અધિકારીઓ પણ રહ્યા હાજર
પ્રયાગરાજમાં પૃથ્વી પરનો સૌથી મોટો મેળો યોજાઈ રહ્યો છે. અહીં કરોડોની સંખ્યામાં ભક્તો અને લાખોની સંખ્યામાં સાધુ-સંતો આવેલા છે. એટલું જ નહીં પરંતુ ગુજરાતમાંથી પણ અત્યારે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજમાં પહોંચ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાત સરકાર દ્વારા આ લોકો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પ્રયાગરાજ (Prayagraj)માં ગુજરાત પેવેલિયનની મુલાકાત લીધી અને ગુજરાત પેવેલિયન (Gujarat Pavilion)નું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે Mahakumbh ને ગણાવ્યું દુનિયાની આસ્થાનું કેન્દ્ર, મુખ્યમંત્રી યોગીના કર્યા વખાણ
સ્ટોલ ધારકો અને હેલ્પ ડેસ્કના લોકો સાથે મુખ્યમંત્રીએ કરી ખાસ વાત
પ્રયાગરાજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પેવેલિયન (Gujarat Pavilion) દરમિયાન સ્ટોલ ધારકો અને હેલ્પ ડેસ્કના લોકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ દરમિયાન ગુજરાત ટુરિઝમ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism) વિભાગ દ્વારા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે. જેમાં ગુજરાતના મહત્વના અને મોટા ટુરિઝમ સ્થળો વિશે માહિતી આપવામાં આવી છે. ગુજરાતથી પ્રયાગરાજમાં જતા લોકોએ આ પેવેલિયનની ખાસ મુલાકાત લેવી જોઈએ.
આ પણ વાંચો: Mahakumbh 2025 : ત્રિવેણી સંગમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું અમૃત સ્નાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત કરી
મહત્વની વાત એ છે કે, ગુજરાત ફર્સ્ટ સતત મહાકુંભનુ કવરેજ કરી રહ્યું છે, ત્યારે આ પાવનયાત્રામાં ગુજરાત ફર્સ્ટ સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં કાફલા સાથે રહ્યું હતું. સંગમમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) માર્ગદર્શનમાં કુંભમાં કરાયેલી ઐતિહાસિક વ્યવસ્થા માટે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) પણ પ્રસંશા કરી હતી. આ સાથે સંગમ ખાતે તેમણે આસ્થાની ડૂબકી પણ લગાવી હતી.
આ પણ વાંચો: Gujarat Police ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, લેખિત પરીક્ષા અંગે થઈ જાહેરાત!
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો