ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Diwali 2025 : દિવાળી પૂર્વે સરકારનાં કર્મચારીઓની બલ્લે બલ્લે! CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ગુજરાત સરકારનાં આ નિર્ણયથી વર્ગ 4 ના અંદાજે 16,921 કર્મચારીઓને દિવાળી પહેલા લાભ થશે.
06:53 PM Oct 06, 2025 IST | Vipul Sen
ગુજરાત સરકારનાં આ નિર્ણયથી વર્ગ 4 ના અંદાજે 16,921 કર્મચારીઓને દિવાળી પહેલા લાભ થશે.
CM_Gujarat_first
  1. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર (Diwali 2025)
  2. CM ભૂપેન્દ્ર પટેલનો દિવાળીને લઈ મોટો નિર્ણય
  3. વર્ગ 4 નાં કર્મચારીઓને મળશે દિવાળીનું બોનસ
  4. 7000 રૂપિયાની મર્યાદામાં મળશે દિવાળી બોનસ
  5. વર્ગ 4 નાં અંદાજે 16921 કર્મચારીઓને મળશે લાભ

Gandhinagar : દિવાળીનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. દિવાળીને (Diwali Festival 2025) લઈ CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારે વર્ગ 4 નાં કર્મચારીઓને દિવાળીનું બોનસ આપવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 7000 રૂપિયાની મર્યાદામાં દિવાળી બોનસ મળશે. આ નિર્ણયથી વર્ગ 4 ના અંદાજે 16,921 કર્મચારીઓને દિવાળી પહેલા લાભ થશે.

આ પણ વાંચો - Anand : બાકરોલમાં લાકડીઓ-પાઇપો વડે હુમલો કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી!

રાજય સરકારનાં વર્ગ-4 નાં કર્મચારીઓને દિવાળીની ખાસ ભેટ!

દિવાળી (Diwali 2025) પૂર્વે રાજય સરકારનાં વર્ગ-4 નાં કર્મચારીઓને દિવાળીની ખાસ ભેટ મળી છે. આગામી દિવાળીનાં તહેવારોની વર્ગ-4 નાં કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારનાં નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

આ પણ વાંચો - નવરાત્રિ બાદ શું હવે Diwali પર પણ વરસાદનું સંકટ? Ambalal Patel ની આગાહી

16,921 કર્મીને રૂ.7000 ની મહત્તમ મર્યાદામાં Diwali Bonus નો લાભ!

માહિતી અનુસાર, રૂ. 7000 ની મહત્તમ મર્યાદામાં બોનસનો (Diwali Bonus) વર્ગ-4 નાં અંદાજે 16,921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરનાં મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષનાં, દંડકનાં, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી, તેવા રાજ્ય સરકારનાં બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4 ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.

આ પણ વાંચો - Vadodara : જાંબુવા લેન્ડફિલ સાઇટ પર કચરાના પર્વત, 5 કિમિ સુધી દુર્ગંધ ફેલાઇ

Tags :
CM Bhupendra PatelDiwali BonusDiwali Festival 2025GandhinagarGUJARAT FIRST NEWSGujarat Government Class 4 EmployeesTop Gujarati News
Next Article