Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યાત્રાધામ ચાણોદ ખાતે ગંગા દશાહરા પર્વમાં મહાઆરતી કરી

અહેવાલ--પિન્ટુ પટેલ, ડભોઇ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દસમ સુધી ગંગા દશાહરા પર્વ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા નદી ના કિનારે ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ચાણોદના ઐતિહાસિક મલ્હારરાવ...
 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યાત્રાધામ ચાણોદ ખાતે ગંગા દશાહરા પર્વમાં મહાઆરતી કરી
Advertisement
અહેવાલ--પિન્ટુ પટેલ, ડભોઇ
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દસમ સુધી ગંગા દશાહરા પર્વ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા નદી ના કિનારે ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ચાણોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પર હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.ઉપરાંત માતાજી ને ચૂંદડી અર્પણ કરી મહાઆરતી નો લાભ લઈ પરંપરાગત રીતે ગંગા દશાહરા પર્વની ઉજવણી કરાય છે.
મુખ્યમંત્રીએ હાજર રહી મહા આરતી કરી
કહેવાય છે કે ગંગા દશહેરાના પાવન પર્વમાં સ્નાન તેમજ પૂજા અર્ચના કરવાથી તમામ પાપ નાશ થાય છે. દર વર્ષે ચાણોદના મલ્હારરાવ ઘાટ પર યોજાતા આ પર્વમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આજરોજ ચાણોદમાં ઉજવાતા ગંગા દશાહરા પર્વ ના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ નગરજનોના લાગણી થી ઉપસ્થિત રહી મહા આરતી,પૂજન,અભિષેક નો લાભ લીધો હતો.
ઇતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રી હાજર રહ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ચાણોદ ખાતે ગંગા દશાહરા પર્વમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.જેને પગલે ચાણોદ તેમજ આસપાસના ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને આવકારવા મોટી સંખ્યામાં જનમેદની ચાણોદના મલ્હારરાવ ઘાટ ખાતે ઉમટી પડી હતી. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તેમજ ચાણોદના નગરજનો ના આમંત્રણ ને માન આપી ભૂપેન્દ્રભાઈ પટેલ ચાણોદ ખાતે ઉપસ્થિત રહેતા શૈલેષભાઇ મહેતાએ આભાર વ્યક્ત કરી ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો.
મહાનુભાવો ઉપસ્થિત
આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા પ્રમુખ સતિષભાઈ નિશાળીયા,જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ(પોર),જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ,શશીકાંતભાઈ પટેલ,વડોદરા જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અધ્યારૂ(પાદરા) તેમજ ગંગા દશાહરા પર્વના મુખ્ય આયોજક સુરેશભાઈ જોષી તેમજ ટિમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Tags :
Advertisement

.

×