Union Budget 2025: ‘ગરીબ, યુવા અને ખેડૂતોને ગતિ આપનારૂ બજેટ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
- વિકસિત ભારત 2047ના સંકલ્પને પૂર્ણ કરનારું બજેટ: મુખ્યમંત્રી
- જ્ઞાન,ગરીબ, યુવાાઓના વિકાસને ગતિ આપનારું બજેટ : મુખ્યમંત્રી
- બજેટમાં કૃષિ, લઘુ ઉદ્યોગ, ઇન્વેસ્ટમેન્ટ, એક્સપોર્ટ પર ફોક્સ: મુખ્યમંત્રી
Union Budget 2025: આજે ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સતત આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બજેટમાં ખેડૂતો, કામદારો, વિદ્યાર્થીઓ અને યુવાનોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ટેક્સ માટે પણ સારો એવો સુધારો કરવામાં આવ્યો છે. આ બજેટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વખાણ કર્યાં છે. મુખ્યમંત્રીએ બજેટના વખાણ કરતા અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ 2025-26 ગુજરાત માટે કેટલું ફાયદાકારક? વાંચો અહેવાલ
વાર્ષિક 12 લાખની આવક ધરાવનારને ટેક્સમાંથી મુક્તિ: મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બજેટ પ્રમાણે વાર્ષિક 12 લાખની આવક ધરાવનારને ટેક્સમાંથી મુક્તિ મળી છે. આ બજેટમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે.’ મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ,યુવા અને ખેડૂતોને ગતિ આપનારૂ બજેટ ગણાવ્યું છે. આ સાથે એવું પણ કહ્યું કે, ‘આ બજેટ એગ્રીકલ્ચર, MSME, રોકાણ અને એક્સ્પોર્ટને આવરી લેતું બજેટ છે.’
આ પણ વાંચો: Budget 2025 : PM મોદીએ બજેટને ગણાવ્યું ખાસ! જાણો શું કહ્યું
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પણ બજેટના વખાણ કર્યાં
કેન્દ્રીય બજેટ રજૂ થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પણ બજેટની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરતા લખ્યું કે, ‘આ બજેટ Savings, Investment અને Consumption ને વધારીને અર્થતંત્રમાં ઝડપી વૃદ્ધિ લાવનારું Force Multiplier બજેટ છે. સામાન્ય રીતે બજેટનું ફોકસ એ વાત પર હોય છે કે સરકારનો ખજાનો કેવી રીતે ભરાય, પણ આ બજેટ તેનાથી સાવ ઉલ્ટુ છે. આ બજેટમાં નાગરિકોની આવક કેવી રીતે વધે, નાગરિકોની બચત કેવી રીતે વધે અને નાગરિકો વિકાસના ભાગીદાર કેવી રીતે બને તેની પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે’.
આ પણ વાંચો: Income Tax slab: માત્ર 12 લાખ જ નહીં પરંતુ 15,20,25 લાખ કમાનારાઓને મોટો ફાયદો