Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન -ચીફ એર માર્શલ

એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો
gujarat   મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન  ચીફ એર માર્શલ
Advertisement
  • Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન - ચીફ એર માર્શલ(Commanding-in-Chief Air Marshal)શ્રી નગેશ કપૂર
    ---------------

Gujarat  : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી.

Advertisement

એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.

Advertisement

ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. ૧ મે ૨૦૨૫થી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર Commanding-in-Chief Air Marshal તરીકે નિયુક્ત થયા છે.

શ્રી નગેશ કપૂર ૧૯૮૬માં ભારતીય વાયુસેનામાં જોડાયા છે અને ૩૮ વર્ષના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન તેઓ મિગ-૨૧ અને મિગ-૨૪ સહિતના વિવિધ યુદ્ધ અને તાલીમી વિમાન નો કુલ ૩૪૦૦ કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે.

તેમની સેવાઓની પ્રશંસા રૂપે ૨૦૦૮માં વાયુસેના મેડલ, ૨૦૨૨માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૨૫ માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એર માર્શલ શ્રી નગેશ કપૂરે શુભેચ્છા-સૌજન્ય મુલાકાત કરીને ભારતીય વાયુ સેનાનું સ્મૃતિચિન્હ પણ તેમને અર્પણ કર્યું હતું.

આ પણ વાંચો: Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, પરિણામ 25મી જૂને

Tags :
Advertisement

.

×