ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન -ચીફ એર માર્શલ

એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો
03:58 PM May 28, 2025 IST | Kanu Jani
એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો

 

Gujarat  : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી.

એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.

ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. ૧ મે ૨૦૨૫થી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર Commanding-in-Chief Air Marshal તરીકે નિયુક્ત થયા છે.

શ્રી નગેશ કપૂર ૧૯૮૬માં ભારતીય વાયુસેનામાં જોડાયા છે અને ૩૮ વર્ષના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન તેઓ મિગ-૨૧ અને મિગ-૨૪ સહિતના વિવિધ યુદ્ધ અને તાલીમી વિમાન નો કુલ ૩૪૦૦ કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે.

તેમની સેવાઓની પ્રશંસા રૂપે ૨૦૦૮માં વાયુસેના મેડલ, ૨૦૨૨માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૨૫ માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એર માર્શલ શ્રી નગેશ કપૂરે શુભેચ્છા-સૌજન્ય મુલાકાત કરીને ભારતીય વાયુ સેનાનું સ્મૃતિચિન્હ પણ તેમને અર્પણ કર્યું હતું.

આ પણ વાંચો: Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, પરિણામ 25મી જૂને

Tags :
CM Bhupendra PatelCommanding-in-Chief Air MarshalSWAC
Next Article