ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છોટાઉદેપુર જિલ્લાની મહિલાની પતિએ મોરબી ખાતે કરી ઘાતકી હત્યા

અહેવાલ--તોફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નવા ગામની મહિલાની તેના પતિએ જ મોરબીમાં કૃર હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે. ભાગમાં ખેતી કામ કરતા હતા મળેલી માહિતી મુજબ આજથી છ માસ પૂર્વે છોટાઉદેપુર તાલુકાના નવાગામનું એક દંપતી પોતાના પરિવાર...
06:16 PM Nov 08, 2023 IST | Vipul Pandya
અહેવાલ--તોફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નવા ગામની મહિલાની તેના પતિએ જ મોરબીમાં કૃર હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે. ભાગમાં ખેતી કામ કરતા હતા મળેલી માહિતી મુજબ આજથી છ માસ પૂર્વે છોટાઉદેપુર તાલુકાના નવાગામનું એક દંપતી પોતાના પરિવાર...

અહેવાલ--તોફિક શેખ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના નવા ગામની મહિલાની તેના પતિએ જ મોરબીમાં કૃર હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે.

ભાગમાં ખેતી કામ કરતા હતા

મળેલી માહિતી મુજબ આજથી છ માસ પૂર્વે છોટાઉદેપુર તાલુકાના નવાગામનું એક દંપતી પોતાના પરિવાર સાથે મોરબી તાલુકાના ખાનપરમાં ખેતી કામ અર્થે ગયું હતું અને ત્યાં વાડીમાં જ વસવાટ કરી ભાગમાં ખેતી કામ કરતા હતા.નવાગામના રેમલાભાઈ દેસિંગ નાયકા પત્ની ઝીણકી બેન તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે મોરબી તાલુકામાં આવેલા ખાનપર ખાતે એક વાડીમાં ખેતી કામ અર્થે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરાને ત્યાં ખેતી કામ કરતા હતા.

દાતરડી વડે હત્યા

મંગળવારના રોજ રેમલાભાઈનો પરિવાર જમી પરવારી વાડીમાં આવેલ ઝૂંપડામાં સુતા હતા. પરિવારના કેટલાક સભ્યો ઝૂંપડાની બહાર સુતા હતા. દરમિયાન રાત્રિના ૧૨ થી ૧૨.૩૦ વાગ્યાના સુમારે મૃતક ઝીણકી બેનનો રડવાનો અવાજ ઝુંપડાની બહાર સૂતેલા પરિવારજનોને આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. રેમલાભાઈએ દાતરડી વડે મૃતક ઝીણકી બેનને મોઢા અને માથાના ભાગે ઘા કરી ઝીણકી બેનની હત્યા કરી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

ઘટનાની જાણ દંપતી પરિવાર દ્વારા વાડીના માલિકને કરાતા તેઓ દ્વારા ગાડીની વ્યવસ્થા કરી પરીવારને વતન જવા જણાવતા પરિવાર લાશ લઈને ઝોઝ પોલીસ મથકે પહોંચ્યું હતું. જે બાબતે ઝોઝ પોલીસ મથકે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી તપાસ આદરી હતી.

આ પણ વાંચો---DIWALI 2023 : તહેવારોમાં ઇમરજન્સી કેસો માટે 108 નો સ્ટાફ તૈયાર..!

Tags :
Chotaudepur districtmorbiMurderpolice
Next Article