Chotila Darshan Time Update : દિવાળીમાં ચોટીલા દર્શન કરવા જાઓ છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર
ગુજરાતના જાણીતા યાત્રાધામોમાંથી એક એવા ચોટીલા મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે. 8 થી 14 નવેમ્બર સુધી પગથિયાના ગેટ સવારે 3:30 કલાકે ખુલશે અને ચામુંડા માતાજીની મંગળા આરતી 4 વાગ્યે થશે. 15 થી 23 નવેમ્બર સુધી ગેટ સવારે 4:30 વાગ્યે ખુલશે અને આરતી 5 વાગ્યે યોજાશે. કારતક સુદ પૂનમ નિમિત્તે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
Advertisement
Rajkot : ગુજરાતના જાણીતા યાત્રાધામોમાંથી એક એવા ચોટીલા મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે. 8 થી 14 નવેમ્બર સુધી સવારે 3:30 કલાકે પગથિયાના ગેટ ખુલશે. ત્યારબાદ સવારે 4 વાગ્યે ચામુંડા માતાજીની મંગળા આરતી થશે. જ્યારે 15-23 નવેમ્બર સવારે 4:30 વાગ્યે પગથિયાના ગેટ ખુલશે અને સવારે 5 વાગ્યે માતાજીની મંગળા આરતી યોજાશે.

