Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જૂનાગઢમાં છેલ્લા ચાર વર્ષથી સીટી બસ સેવા બંધ

જૂનાગઢ શહેરમાં સિટી બસ સર્વિસ બંધ થતાં લોકોની સુવિધા છીનવાઈ ગઈ છે. કોરોનાને કારણે બંધ થયેલી સિટી બસ સર્વિસ હજુ આજે પણ બંધ હોવાથી લોકોને મળતી સસ્તી મુસાફરીની સુવિધા છીનવાઈ ગઈ છે સીટી બસ સર્વિસ બંધ થતાં મનપા હસ્તકનું સીટી...
જૂનાગઢમાં છેલ્લા ચાર વર્ષથી સીટી બસ સેવા બંધ
Advertisement

જૂનાગઢ શહેરમાં સિટી બસ સર્વિસ બંધ થતાં લોકોની સુવિધા છીનવાઈ ગઈ છે. કોરોનાને કારણે બંધ થયેલી સિટી બસ સર્વિસ હજુ આજે પણ બંધ હોવાથી લોકોને મળતી સસ્તી મુસાફરીની સુવિધા છીનવાઈ ગઈ છે સીટી બસ સર્વિસ બંધ થતાં મનપા હસ્તકનું સીટી બસ સ્ટેન્ડ પણ બિસ્માર હાલતમાં છે, જો કે મનપા ટેન્ડરીંગ પ્રક્રિયા કરવાનું આશ્વાસન આપી રહી છે પરંતુ લોકોને વહેલી તકે સસ્તી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થાય તેવી માંગ ઉઠી છે.

Image preview
કોરોના સમય દરમિયાન લોકડાઉનને લઈને તમામ ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ હતી જેમાં જૂનાગઢ સિટી બસ સર્વિસ પણ બંધ થઈ ગઈ હતી. ચાર વર્ષ પહેલાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં દસ જેટલી સિટી બસો દોડતી હતી અને માત્ર પાંચ રૂપીયામાં લોકો શહેરમાં અવર જવર કરી શકતા હતાં. પરંતુ સિટી બસ સેવા બંધ થતાં લોકોને ના છુટકે રીક્ષામાં અવર જવર કરવી પડી રહી છે.

Advertisement

Image preview

Advertisement

જૂનાગઢ મહાનગરનો દરજ્જો ધરાવે છે, શહેરનો વિસ્તાર વધતો જાય છે, પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવે છે આવા સમયે શહેરમાં જો સીટી બસ હોય તો વ્યાજબી ભાડામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તથા પ્રવાસીઓને સુવિધા મળી રહે જો કે મનપા દ્વારા સિટી બસ સર્વિસ માટે નવા કોન્ટ્રાક્ટને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું આશ્વાસન મળી રહ્યું છે અને શાસકો પણ લોકોને સસ્તી મુસાફરીની સુવિધા આપવા માંગે છે પરંતુ કોઈ સીટી બસનું ટેન્ડર ભરતું નથી તેથી મનપા તંત્ર ટેન્ડર પ્રક્રિયા થી આગળ વધી શકતું નથી.

Image preview
શહેરમાં સિટી બસ સેવા બંધ છે જેને લઈને શહેરના આઝાદ ચોકમાં આવેલ સિટી બસ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં છે. એક તરફ ગંદકીના ગંજ ખડકાયા છે તો બીજી તરફ પેસેન્જરને બેસવા માટેના બાકડા પણ તુટી ગયા છે. જો સિટી બસ સેવા ચાલુ હોય તો બસ સ્ટેન્ડનું મેન્ટેનન્સ પણ થાય પરંતુ બસ સેવા બંધ હોવાથી આજે મનપા હસ્તકનું સિટી બસ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં છે. સિટી બસ સેવા એક એવી સુવિધા છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદ રૂપ સેવા છે કારણ કે માત્ર પાાંચ રૂપીયામાં શહેરના એક ખુણે થી બીજા ખુણે જઈ શકાતું હતું જે નાગરીકોને પરવડતું હતું.

Image preview
રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરમાં સીટી બસ સેવા માટેની તમામ મંજૂરી વગેરેની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, મનપા ટેન્ડર કરે છે પરંતુ કોઈ ટેન્ડર ઉપાડતું નથી તેથી મનપા વારંવાર ટેન્ડરીંગની પ્રક્રિયામાં જ અટવાયેલું રહે છે ત્યારે વહેલી તકે શહેરમાં સિટી બસ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠવા પામી છે સાથોસાથ એ પણ જરૂરી બન્યું છે કે મનપા મનોમંથન કરે કે સીટી બસનું ટેન્ડર કેમ નથી ઉપડતું.. શા માટે કોઈ જૂનાગઢમાં સીટી બસ સેવા શરૂ કરવા નથી માંગતું.શું જૂનાગઢ વાસીઓને સીટી બસ સેવા નહીં મળે..જો કોઈ કંપની કે સંસ્થા ટેન્ડર ન ભરે તો મનપા પાસે સીટી બસ સેવા શરૂ કરવાની કોઈ વ્યવસ્થા નથી. શું આ માટે કોઈ નક્કર પગલાં લેવાની જરરૂ નથી જણાતી..જો ઓફીસમાં આઉટસોર્સ થી કામ ચાલતું હોય તો બસ ખરીદીને આઉટસોર્સ થી સંચાલન ન થઈ શકે. આવા અનેક સવાલો છે કે જેના પર મનપા તંત્રએ વિચાર કરવાની આવશ્યકતા છે, જૂનાગઢ મહાનગરનો દરજ્જો ધરાવે છે, જ્યાં નગરપાલિકા છે ત્યાં પણ સારી રીતે સીટી બસ સેવા કાર્યરત છે તો જૂનાગઢવાસીઓ સીટી બસ સેવાથી શા માટે વંચિત છે.

આ પણ  વાંચો- કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ આંતરજ્ઞાતિય લગ્ન સમારોહ યોજાયો..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ-સાગર ઠાકર,જુનાગઢ

Tags :
Advertisement

.

×