તરછોડાયેલા તથા મા વગરના બાળકો માટે સુરત સિવિલની નર્સોની ભૂમિકા યશોદા માતા સમાન
અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત
તરછોડી ગયેલા બાળકો તથા માતા વગર ના બાળકો માટે સિવિલ નો નર્સિંગ સ્ટાફ યશોદા માતાનો કિરદાર ભજવી રહ્યો છે. ,નવી સિવિલ હો્પિટલનાં નર્સ માતાઓ નવજાત બાળકોને માતાની હુંફ આપી રહી છે..... NICUનો પિડીયાટ્રીક વોર્ડ નર્સિસનું બીજું ઘર બની ગયું હોય તેમ ત્યાં સારવાર લેતા પેટીમાં મૂકેલા બાળકોને નર્સ માતાની મમતા આપે છે, એન આઇ સી યુ માં દાખલ બાળકો સાથે રાત દિવસ રહેતી નર્સે કહ્યું હતું કે જાણે પોતાનાં બાળકો હોય તેમ NICU વોર્ડની ફરજ દરમિયાન નવજાત બાળકો સાથે આત્મીયતા બંધાઈ હોય તેમ તેમની બીજી મા તરીકે ની સિવિલ ની નર્સ તેમની કાળજી લે છે. જો કોઈ બાળક ની માતા ના હોય તો તેવા બાળક ને મિલ્ક બેંક માથી દૂધ લાવી પીવડાવી તેમનું પેટ ભરે છે.તેમજ તેમનું ધ્યાન રાખે છે તેમને રમાડે છે,તેમની સાથે સમય પ્રસાર કરે છે.અને જો કોઈ માતાનું બાળક જનમે તો તેને પણ બાળક ને રાખવાની સમજણ આપે છે.
નર્સ રાત દિવસ એક કરી બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા મહેનત કરે છે
ભાવના ચાવડા નર્સ ઇન્ચાર્જ સિવિલ ના એન આઇ સી યુ વોર્ડમાં વર્ષો થી ફરજ બજાવે છે.આ અંગે ભાવના બેન એ જણાવ્યું હતું કે સિવિલમાં ઘણીવાર પોલીસની સી ટીમ અથવા અન્ય કોઈ દ્વારા રસ્તા પરથી મળેલું બાળક ગંભીર હાલતમાં સિવિલના એનઆઇસીયુમાં લાવવામાં આવે છે.
આવા બાળકની સારવાર પાછળ તમામ નર્સ રાત દિવસ એક કરી બાળકને સારું અને તંદુરસ્ત કરવામાં સખત મહેનત કરે છે.અને જ્યારે એ બાળક સારું થઈ જાય ત્યારે એ બાળક નારીગૃહ માં મુક્લી આપવામાં આવે છે ત્યારે માતા-બાળકનું જે જોડાણ હોય છે તેની સાથે જ લાગણીશીલ ખેંચાણ સિવિલની નર્સ અનુભવતા હોવાનું તેઓએ કહ્યું હતું,
માતા વગર ના અથવા કોઈ માતાને ધાવણ નહી આવવાની ફરીયાદ હોય તેવા બાળકો ને મિલ્ક બેંકમાથી દૂધ અપાય છે
સિવિલમાં આવતા બાળકોની કાળજી લેવી નર્સના જીવનનો એક ભાગ બની જતો હોય જેવો અનુભવ એન આઇ સી યુ ની પાયલ નામની નર્સે વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે બાળકો સિવિલ માં સારવાર લેતા અને માતા વગર ના અથવા કોઈ માતાને ધાવણ નહી આવવાની ફરીયાદ હોય તેવા બાળકો ને મિલ્ક બેંકમાથી દૂધ અપાય છે, ડોનેટ કરેલા દુધને પેશ્યુરાઈઝ્ડ કરી તેનુ રેપીડ કુલીંગ થયા બાદ તેના સેમ્પલ લઈને માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટ રીપોર્ટ માટે મોકલવામાં આવે છે. ત્યાર બાદ તેની દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં (-20)ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દૂધની છ મહિના સુધી સાચવણી કરી શકાય તેવું મિલ્ક બેન્ક માથી મિલ્ક આપતી નર્સ માતા એ જણાવ્યું હતું





