Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: મારામારી કરવી ભારે પડી! ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 12 ની ધરપકડ

ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે કરેલી મારામારીનો કેસ દ્વારકાધીશ રેસ્ટોરન્ટના સંચાલક સહિત 2 લોકો સાથે કરી હતી મારામારી ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે કરેલી મારામારીના સીસીટીવી સામે આવ્યા Bharuch: ભરૂચના દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત ટોળાએ મારામારી કરી...
bharuch  મારામારી કરવી ભારે પડી  ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 12 ની ધરપકડ
Advertisement
  1. ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે કરેલી મારામારીનો કેસ
  2. દ્વારકાધીશ રેસ્ટોરન્ટના સંચાલક સહિત 2 લોકો સાથે કરી હતી મારામારી
  3. ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે કરેલી મારામારીના સીસીટીવી સામે આવ્યા

Bharuch: ભરૂચના દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત ટોળાએ મારામારી કરી હોવાનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, રેસ્ટોરન્ટના સંચાલક સહિત 2 લોકો ઉપર કોલ્ડીકની કાચની છુટ્ટી બોટલો મારતા માથા ફૂટ્યા હતા એવું પણ અત્યારે સામે આવી રહીં છે. રેસ્ટોરેન્ટમાં ગંભીર પ્રકારની મારામારી છુટ્ટી ખુરશી કચરાપેટીઓ છૂટી મારતા સીસીટીવી સામે આવ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: IPS અભય ચુડાસમાનું સામાજિક કાર્યક્રમમાં છલકાયું દર્દ! જુઓ આ Video

Advertisement

ભાજપ યુવા મોરચાના પ્રમુખને મારામારી કરવી ભાડે

નોંધનીય છે કે, પોલીસે હત્યાના પ્રયાસના પ્રકરણમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 12 લોકોની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ધીંગાણુંમાં ભરૂચ (Bharuch) ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 6 તથા અન્ય 6 સગીર કિશોર મળી 12ની ધરપકડ કરી લેવામાં આવી છે. ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખને મારામારી કરવી ભાડે પડી છે. કારણે કે, મારામારીના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: લોકરક્ષક ભરતી ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી, 37 ઉમેદવારો 3 વર્ષ માટે નહીં આપી શકે પરીક્ષા અને...

હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ

પોલીસે અત્યારે સીસીટીવી વીડિયોના આધારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી દીધી છે. શા માટે ભરૂચ (Bharuch) ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખે મારામારી કરી હતી? તે બાબતે પણ અત્યારે કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. જોકે, પોલીસે અત્યારે હત્યાના પ્રયાસ કરવા મામલે ગુનો દાખલ કરી દીધો છે. મળતી વિગતો પ્રમાણે અત્યાર સુધીમાં પોલીસે ભરૂચ (Bharuch) ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ સહિત 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Gondal નગરપાલિકાની તિજોરી છલકાશે, લોકમેળા માટે તળિયાનો રેકોર્ડબ્રેક ભાવ મળ્યો

Tags :
Advertisement

.

×