ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાના 4 વર્ષ પૂર્ણ, જાણો તેમના સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફર વિશે

CM Bhupendra Patel : 13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 4 વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે.
10:24 AM Sep 13, 2025 IST | Hardik Shah
CM Bhupendra Patel : 13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 4 વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે.
Gujarat_development_journey_completes_4_years_under_the_leadership_of_CM_Bhupendra_Patel_Gujarat_First

CM Bhupendra Patel : 13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 4 વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ 4 પિલર પર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીએ આ ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.

કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર

15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1987માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. તેમણે 1999-2000 સુધી પહેલી ટર્મ અને 2004-2006 સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ 2008-2010 સુધી તેમણે AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને તે પછી 2010-2015 દરમિયાન થલતેજ વૉર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી. 2015-2017 દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ CM  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં, અને રાજ્યની વિકાસયાત્રાની શાસનધુરા સંભાળી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

મક્કમ વ્યક્તિત્વ, મક્કમ નિર્ણયો

આ ચાર વર્ષો દરમિયાન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત, દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદો દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથ ખાતે અંદાજે 4 લાખ 79 હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકા ખાતે અંદાજે 1 લાખ 54 હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર આચરતા લગભગ 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે માનનીય મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ ઉપરાંત, જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સામાન્ય જનતાના હિતમાં રાજ્ય સરકારે વીજળીના દરમાં તાજેતરમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે, જે થકી રાજ્યની સામાન્ય જનતાને ₹400 કરોડનો ફાયદો થશે. આ સાથે જ ખેડૂતોના હિતમાં માનનીય મુખ્યમંત્રીએ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે તેમજ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે.

સેવા અને સમર્પણના 4 વર્ષ

સુશાસનના 4 વર્ષ

ઔદ્યોગિક વિકાસના 4 વર્ષ
  1. સાણંદમાં માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન
  2. સાણંદમાં કેયન્સ સેમિકોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન
  3. સી.જી.પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે બની રહ્યો છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ
  4. ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને સ્થાપિત કરશે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ

નીતિ નિર્ધારણના 4 વર્ષ

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સેક્ટર સ્પેસિફિક નીતિ નિર્ધારણથી રાજ્યના વિકાસને વેગ આપવાની શરૂઆત કરી હતી. તેને આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સેક્ટર સ્પેસિફિક નીતિઓ ઘડીને રાજ્યમાં ફ્યૂચરિસ્ટિક ક્ષેત્રો માટે દ્વાર ખોલ્યાં છે.

  1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી (2022)
  2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 2022-27
  3. નવી ગુજરાત IT/ITes પોલિસી 2022-27
  4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27
  5. ધ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી (2022)
  6. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27
  7. સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27
  8. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023
  9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)
  10. ગુજરાત ખરીદ નીતિ 2024
  11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024
  12. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024
  13. કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ 2024
  14. ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી (2025-30)
  15. ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-30
  16. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી – 2025

આ પણ વાંચો :   Amit Shah in Gujarat : આવતીકાલથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Tags :
Bhupendra Patel 4 years as Chief MinisterCM Bhupendra PatelGift City GandhinagarGlobal stage achievements GujaratGujarat development journeyGujarat FirstGujarat industrial growthHeritage to UNESCO recognitionNari Shakti empowerment GujaratPublic welfare schemes GujaratSemiconductor project GujaratService good governance developmentUrban development year GujaratVanbandhu welfare schemesVibrant Gujarat SummitViksit Gujarat 2047 roadmapZero tolerance against corruption
Next Article