Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha માં CM ભૂપેન્દ્ર પટેલનો હુંકાર, "ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે"

બનાસકાંઠાના રણપ્રદેશમાં રાજકીય ગરમી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડીસામાં મોટું નિવેદન આપ્યું છે. વિપક્ષી નેતાઓ અને હારેલા ઉમેદવારોની સક્રિયતા પર સવાલ ઉઠાવીને તેમણે ભાજપની કાર્યપદ્ધતિને જનતા સામે મૂકી છે. ખાસ કરીને ખેડૂતો માટે આપેલી એક મોટી ખાતરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણિત પાછળ શું રણનીતિ છે, તે જાણવા જેવું છે.
banaskantha માં cm ભૂપેન્દ્ર પટેલનો હુંકાર   ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે
Advertisement
  • Banaskantha માં મુખ્યમંત્રીની ગર્જના: "ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે!"
  • ડીસાના કંસારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશાળ 'વિકાસ સંકલ્પ સભા' યોજાઈ
  • જિ. પંચાયત અને તા. પંચાયતની સીટો કબ્જે કરવા ભાજપનું ચૂંટણી રણશિંગુ
  • વિપક્ષ માત્ર ખામી શોધે છે, હારેલા નેતાઓ પ્રજા વચ્ચે આવતા નથી: મુખ્યમંત્રી
  • ખેડૂતોની પડખે સરકાર, એકપણ કામ અધૂરું નહીં રહે તેવી સભામાં અપાઈ ખાતરી
  • પંચાયતની ચૂંટણી પૂર્વે CM ના પ્રવાસથી બનાસકાંઠાના રાજકારણમાં ભારે ગરમાવો

Banaskantha : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો [Local Body Elections) જંગ જામી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) અત્યારે એક્શન મોડમાં છે. મુખ્યમંત્રીએ આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કંસારી ગામે એક વિશાળ 'વિકાસ સંકલ્પ સભા' [Vikas Sankalp Sabha) ને સંબોધી હતી. આ સભાનો મુખ્ય હેતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો પર ભાજપનું વર્ચસ્વ જાળવી રાખવાનો અને મતદારોને રિઝવવાનો હતો.

Advertisement

Banaskantha: વિપક્ષ પર આકરા પ્રહાર

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ હંમેશા વિકાસની રાજનીતિ [Politics of Development) કરવામાં માને છે. તેમણે ભૂતકાળની સરકારોની ટીકા કરતા કહ્યું કે, પહેલાના નેતાઓ માત્ર સામાજિક વિવાદો ઉભા કરવાનું કામ કરતા હતા, જ્યારે ભાજપે ગુજરાતને વિકાસનો નવો પંથ બતાવ્યો છે. "વિપક્ષનું કામ માત્ર સરકારની ખામીઓ કાઢવાનું છે, પરંતુ પ્રજા જાણે છે કે કોણ ખરેખર તેમની સાથે ઉભું છે," તેમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું વચન

ખાસ કરીને ખેડૂત મતદારોને લક્ષમાં રાખીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાજપની સરકાર હંમેશા ખેડૂતોની [Farmers Welfare) પડખે રહી છે. તેમણે ખાતરી આપી હતી કે ખેડૂતોનું એકપણ કામ અધૂરું રહેશે નહીં અને સિંચાઈ તથા વીજળી જેવા પાયાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. ચૂંટણીમાં હારેલા ઉમેદવારો ફરી ક્યારેય પ્રજાની વચ્ચે આવતા નથી તેવો ટોણો મારીને તેમણે ભાજપના ઉમેદવારોની સક્રિયતાના વખાણ કર્યા હતા. આ પ્રવાસથી બનાસકાંઠા ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surendranagar : લીંબડીમાં ACમાં શોર્ટ સર્કિટથી આખું ઘર સળગ્યું, દંપતી આગમાં થયું ભડથું

Tags :
Advertisement

.

×