Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM Bhupendra Patel : આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોને મળશે, જાણો દિવસભરનાં સંપૂર્ણ કાર્યક્રમ

આવતીકાલે શ્રી વિક્રમ સંવત 2082 નાં નૂતન વર્ષ પ્રારંભ દિવસ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે. ગાંધીનગરનાં પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કરશે. આવતીકાલે મુખ્યમંત્રી અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે જશે, અડાલજ ત્રિમંદિરમાં પૂજન માટે પણ જશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
cm bhupendra patel   આવતીકાલે cm ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોને મળશે  જાણો દિવસભરનાં સંપૂર્ણ કાર્યક્રમ
Advertisement
  1. નવા વર્ષના પ્રથમ દિવસે CM Bhupendra Patel પ્રજાજનોને મળશે
  2. ગાંધીનગર-અમદાવાદમાં શુભેચ્છાઓની આપ-લે કરશે
  3. ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી પ્રારંભ કરશે
  4. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરશે
  5. અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે જશે
  6. પોલીસ ઑફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરશે

Ahmedabad : આવતીકાલે શ્રી વિક્રમ સંવત 2082 નાં (Vikram Samvat 2082) નૂતન વર્ષ પ્રારંભ દિવસ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે. ગાંધીનગરનાં પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કરશે. આવતીકાલે મુખ્યમંત્રી અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે (Bhadrakali Mata Temple) દર્શનાર્થે જશે, અડાલજ ત્રિમંદિરમાં પૂજન માટે પણ જશે. સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvrat) સાથે શુભેચ્છા મુલાકાત કરશે.

આ પણ વાંચો - Gandhinagar : હવે ઉપદંડકની નિમણૂક, નવા મંત્રીમંડળમાં 2 મંત્રીને સ્થાન મળતા જગ્યા ખાલી થઈ

Advertisement
Advertisement

નવા વર્ષના પ્રથમ દિવસે CM Bhupendra Patel નાં કાર્યક્રમો

દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો હાજરી આપી રહ્યા છે. વિક્રમ સંવત 2082 ના પ્રારંભ દિવસે એટલે કે તારીખ 22 ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે. માહિતી અનુસાર, સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરનાં (Panchdev Temple in Gandhinagar) દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યાર બાદ 07:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં (Trimandir at Adalaj) દર્શન-પૂજન માટે જશે. ત્યાર પછી નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકૂલમાં આવેલા કોમ્યુનિટી સેન્‍ટર ખાતે સવારે 8 કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.

Advertisement

આ પણ વાંચો - Amit Shah's Birthday : આવતીકાલે અમદાવાદની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કાર્યકર્તાઓ-નાગરિકોને મળશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરશે

માહિતી મુજબ, આવતીકાલે સવારે 08.50 કલાકે રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે. ત્યાર બાદ મુખ્યમંત્રી સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાનાં મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો - Gujarat: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી

Tags :
Advertisement

.

×