CM-DYCM's order : ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનું અભિયાન તેજ - 10 દિવસમાં 25 આરોપીઓની ધરપકડ
- CM-DYCM's order : ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન: પોલીસે 25 આરોપી પકડ્યા, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
- મુખ્યમંત્રીના આદેશ બાદ અમદાવાદમાં ડ્રગ્સ માફિયા પર પોલીસનો પ્રહાર
- એક દિવસમાં 21 NDPS કેસ: ગુજરાત પોલીસની કડક કાર્યવાહીથી ફફડાટ
- JCP શરદ સિંઘલનું નિવેદન: ડ્રગ્સના સ્ત્રોત અને વિતરણની તપાસ ચાલુ
- હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલના આદેશો : ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનું અભિયાન તેજ
CM-DYCM's order : ગુજરાતમાં ડ્રગ્સના વધતા જતા દૂષણને ડામવા માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કડક આદેશો બાદ પોલીસ તંત્રે 'નો ડ્રગ્સ ઈન અમદાવાદ' અભિયાન અંતર્ગત તીવ્ર કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાનમાં પોલીસે એક જ દિવસમાં 21 NDPS કેસમાં 25 આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાંથી 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
21 કેસમાં 25 આરોપીઓની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલે આ અંગે મીડિયાને જાણકારી આપતા કહ્યું કે, "અમારી ટીમોએ ડ્રગ્સના મુદ્દે અત્યંત સતર્કતા સાથે કામ કર્યું છે. 21 કેસમાં 25 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના મોબાઈલ ફોનની તપાસ કરીને વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવે છે અને ક્યાં મોકલવામાં આવે છે તેની તપાસ ચાલુ છે." તેમણે વધુમાં જણાવ્યું કે, આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને તેઓ હવે વધુ સાવચેતીથી કામ કરી રહ્યા છે.
CM-DYCM's order
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કડક કાર્યવાહીની હિમાયત કરી છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા સતત ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ડ્રગ્સના વેપારને અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનને કારણે રાજ્યમાં ડ્રગ્સના વ્યસનને નિયંત્રિત કરવામાં મદદ મળી રહી છે અને યુવાનોને આ દૂષણથી બચાવવા માટેના પગલાં વધુ મજબૂત બન્યા છે.
10 દિવસમાં જ ડ્રગ્સના 21 કેસ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલે વધુમાં જણાવ્યું કે, ડિપ્ટી સીએમની સૂચના હતી કે, ન્યૂયર જેવા સમયે ડ્રગ્સનું વેચાણ વધારે થતું હોય છે. તો નો ડ્રગ્સ ઈન અમદાવાદ અભિયાન હેઠળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા છેલ્લા 10 દિવસમાં 21 જેટલા કેસ કર્યા છે. આ સાથે જ 25 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે.
રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ વિભાગ સજ્જ
નો ડ્ર્ગ્સ ઈન અમદાવાદ અંતર્ગત પોલીસ તંત્રની કાર્યવાહી
પોલીસે ડ્રગ્સ મુદ્દ સતર્ક થઈ એક જ દિવસમાં 21આરોપી પકડ્યા
ગુજરાત પોલીસની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @GujaratPolice @dgpup… pic.twitter.com/fcOvwI4ATL— Gujarat First (@GujaratFirst) December 24, 2025
ડ્રગ્સના મૂળિયા સુધી પહોંચવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રથમ વખત એવું બન્યું છે કે, અમે ડ્રગ્સનું દૂષણ ચલાવનારાઓને ફાયનાન્સ કોણ કરે છે અને તેમની સંપત્તિ કેટલી છે, તે તમામ રીતની માહિતી મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ પૈસા આપીને રાજસ્થાન-મહારાષ્ટ્ર કોણ મંગાવે છે અને અહીં કોણ ક્યાં વિતરણ કરવામાં આવે છે, તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. પકડાયેલા તમામ 25 આરોપીઓના મોબાઈલ થકી આગળની વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
બે બાહોશ અધિકારીઓ કરી રહ્યાં છે સુપરવિઝન
શરદ સિંઘલે જણાવ્યું કે, ક્રાઈમ ડિસીપી અજીત રાજ્યન, એસઓજી ડીસીપી રાહુલ ત્રિપાઠી પોતે પકડાયેલા આરોપીઓના મોબાઈલના ડેટાને સમજીને ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવે છે? ક્યાં વિતરણ કરવામાં આવે છે? કોણ મંગાવે છે? તમામ રીતનું સુપરવિઝન બંને અધિકારીઓ પોતે કરી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં ડ્રગ્સ ઉપર મોટો પ્રહાર
આમ અમદાવાદમાં નવા વર્ષમાં ગણતરીના દિવસો બાકી છે, તેવામાં ગુજરાત પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે એક મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તો આ આરોપીઓ થકી પણ આખા ડ્રગ્સના રેકેટનું પર્દાફાશ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે ગુજરાત પોલીસને ડ્રગ્સ સામેના અભિયાનમાં જરાપણ કાચું ન કાપવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. તેથી પોલીસ વિભાગની અલગ-અલગ એજન્સીઓના ટોચના અધિકારીઓ પણ આ અભિયાનમાં જોડાઈને ડ્રગ્સ માફિયાઓને જેલના સળીયા પાછળ ધકેલવા માટે એક્ટિવ થઈ ગયા છે.
શાનદાર કામગીરીનું ધમાકેદાર પરિણામ
આ કામગીરીનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે માત્ર 10 દિવસમાં જ અમદાવાદ ક્રાઈમ અને એસઓજીએ 25 આરોપીઓને પકડી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ આગામી દિવસોમાં આ કાર્યવાહીને વધારે તેજ કરવામાં આવશે. જે ડ્રગ્સ માફિયાઓ અને નશાનો ધંધો કરનારાઓ ઉપર ત્રાટકવામાં આવશે.
આ પણ વાંચો- સુરતમાં ACB નો સપાટો : સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા ઝડપાયો


