Commonwealth Games 2030: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સ્કોટલેન્ડ જવા રવાના, અમદાવાદને યજમાની મળે તેવી આશા
Commonwealth Games 2030: અમદાવાદને (Ahmedabad) કોમનવેલ્થન ગેમ્સની યજમાની અપાવવાની કવાયત સરકારે તેજ કરી છે આ મામલે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સ્કોટલેન્ડ જવા રવાના થયા છે. અહીં તેઓ ગ્લાસગોમાં મળનારી જનરલ એસેમ્બલીમાં ભાગ લેશે અને સ્પોર્ટ્સ અધિકારીઓ અને ડેલિગેશન સાથે પ્રેઝન્ટેશન રજૂ કરશે.
Advertisement
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) જશે સ્કોટલેન્ડના પ્રવાસે
- કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઈને હર્ષભાઈ આજે જશે સ્કોટલેન્ડ
- ગ્લાસગોમાં મળનારી જનરલ એસેમ્બલીમાં હર્ષભાઈ લેશે ભાગ
- સ્પોર્ટ્સ અધિકારીઓ અને ડેલિગેશન સાથે રજૂ કરશે પ્રેઝન્ટેશન
- આવતીકાલે કોમનવેલ્થન ગેમ્સના યજમાન શહેરની થશે જાહેરાત
- અમદાવાદને મળી શકે છે કોમનવેલ્થ ગેમ્સની યજમાની
Commonwealth Games 2030: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) આજે સ્કોટલેન્ડના પ્રવાસે રવાના થયા છે. 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા અમદાવાદની દાવેદારી મજબૂત કરવા તેઓ ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF)ની જનરલ એસેમ્બલીમાં હાજરી આપશે.

