RAJKOT : આટકોટના બનાવમાં કોંગ્રેસની આંદોલનની ચીમકી...
- આટકોટ શિક્ષણસંકુલમાં દુસ્કર્મ કેસ મામલે નવો વળાંક
- મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મરએ આપી આંદોલનની ચીમકી
- તેમણે કહ્યું - 'દુષ્કર્મ મામલે સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ચર્ચા કરી સંસદમાં પણ આ મુદો ઉઠાવીશું'
RAJKOT : જસદણના આટકોટ ખાતે આવેલા ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થીની પર ભાજપના બે આગેવાનો દ્વારા દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલામાં,મધુ ટાઢાણી પોલીસની પકડમાં આવી ગયો છે,જ્યારે બીજો આરોપી પરેશ રાદડીયા હજી પોલીસની પકડમાંથી દૂર છે અને તેણે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. હવે આ મામલે મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષએ આંદોલનની ચીમકી આપી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ
જેનીબેન ઠુમ્મરએ આપી આંદોલનની ચીમકી
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેની ઠુમ્મરએ આજે કન્યા છાત્રાલયની પીડિતની મુલાકાત લીધી. તેમણે છાત્રાલયના ટ્રસ્ટીઓ અને જસદણના પાટીદાર આગેવાનો સાથે પણ બે કલાક લાંબી બેઠક કરી.સાથે જ રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને આવેદનપત્ર આપ્યું અને આંદોંલનની ચીમકી આપી કે - જો બીજો આરોપી ઝડપી ન લેવામાં આવે તો તેઓ સાત દિવસમાં આંદોલન શરૂ કરશે. તેઓએ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભારત બોધરા પર આકરા પ્રહાર કર્યા છે.સાથેજ જેની ઠુમ્મરે કહ્યુ કે હું દુષ્કર્મ મામલે સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ચર્ચા કરી સંસદમાં પણ આ મુદો ઉઠાવીશું અને ભાજપ કોંગ્રેસના જેટલા પણ મહિલા ધારાસભ્ય અને સાંસદ સભ્યો છે તેમને મળીને ચર્ચા કરીશું.
આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી દુષ્કર્મની ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, આરોપી મધુ ટાઢાણીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે દુષ્કર્મની ઘટનાનો બીજો આરોપી પરેશ રાદડીયાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ છે. માતૃશ્રી ડી.બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા વિરૂદ્ધ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. નોધનીય છે કે, કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની ટાઢાણી અને સાથે ધાક ધમકી, મારામારી અને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો : Gondol પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ, 3 લાપતા