Dohod ની ઘટના બાદ કોંગ્રેસનાં સરકાર પર પ્રહાર, મહિલા સુરક્ષા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
- Dohod ની ઘટના બાદ કોંગ્રેસનાં ભાજપ પર પ્રહાર
- મહિલાઓ પર અત્યાચાર મુદ્દે ગેનીબેન ઠાકોરે આપ્યું મહત્ત્વનું નિવેદન
- કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ દાહોદની ઘટનાને કલંકરૂપ ગણાવી
દાહોદની (Dohod) ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ઘટના બાદ હવે રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસનાં (Congress) એક બાદ એક નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈ સવાલ ઊભા કરાયા છે. સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) દાહોદની ઘટનાને શર્મનાક ગણાવી મહિલા સુરક્ષ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો - Dahod : સમાજને શર્મસાર કરતી ઘટનામાં પોલીસની કાર્યવાહી, 15 પૈકી 12 ની ધરપકડ
રક્ષણ માટે બહેન-દીકરીઓ હથિયાર લેવામાં પીછેહઠ નહી કરે : ગેનીબેન ઠાકોર
દાહોદ જિલ્લાનાં (Dohod) સંજેલી તાલુકાનાં ઢાળસીમલ ગામ ખાતે મહિલાઓ સહિતના ટોળાં દ્વારા એક પરિણીત મહિલાને અર્ઘનગ્ન કરી તેને માર મારી બાઇક સાથે સાંકળ વડે બાંધી સરઘસ કાઢવામાં આવ્યું હતું. પ્રેમસંબંધ મામલે પરિણીત મહિલા પર ટોળાએ જાહેરમાં અત્યાચાર ગુજાર્યો હતો. સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી કરી 15 પૈકી 12 લોકોની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન, કાંકરેજનાં પાદરડી ગામે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠાથી (Banaskantha) સાસંદ (કોંગ્રેસ) ગેનીબેન ઠાકોરે રાજ્યમાં મહિલા સુરક્ષા અંગે કહ્યું કે, બહેન- દીકરીઓનાં રક્ષણ માટે જ્યાં સવાલ ઊભો થાય ત્યાં અમારી બહેન-દીકરીઓ હથિયાર લેવામાં પીછેહઠ નહીં કરે તેવી મારી ખાતરી છે. સાથે જ ગેનીબેન ઠાકોરે મહિલાઓ અને દીકરીઓને ટકોર પણ કરી હતી અને કહ્યું હતું કે, ભાઈ અને પિતા માથું ઊંચું કરીને બજારમાં નીકળે તેવું કામ કરજો.
આ પણ વાંચો - મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ, ગુનો જાણો ચોંકી જશો!
ઘટના સમગ્ર ગુજરાત માટે કલંકરૂપ છે : મનીષ દોશી
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) દાહોદની ઘટનાને કલંકરૂપ ગણાવી કહ્યું કે, ઘટના સમગ્ર ગુજરાત માટે કલંકરૂપ છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. સરકાર સામાન્ય લોકોનાં વરઘોડા કાઢી વાહવાહી લૂંટે છે. હું સરકારને અપીલ કરું છું કે આવી વાહવાહી લૂંટવાનાં બદલે તટસ્થ કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે, જેથી અસામાજિક ઈસમોમાં એક ડર ઊભો થાય.
આ પણ વાંચો - Amreli Letterkand : જેલ મુક્તિ બાદ ત્રણેય આરોપી DG ઓફિસ પહોંચ્યા, કરી આ માગ


