Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NEET Exam Scam : લાખો રૂપિયાના વહીવટનો કથિત ઓડિયો વાઇરલ થતાં ખળભળાટ, કોંગ્રેસ નેતાના પ્રહાર

પરીક્ષામાં ગુણ માટે લાખો રૂપિયાનો વહીવટ થતો હોવાનો એક કથિત ઓડિયો વાઇરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
neet exam scam   લાખો રૂપિયાના વહીવટનો કથિત ઓડિયો વાઇરલ થતાં ખળભળાટ  કોંગ્રેસ નેતાના પ્રહાર
Advertisement
  1. NEET પરીક્ષા પહેલા લાખો રૂપિયાનાં વહીવટનો કથિત ઓડિયો વાઇરલ (NEET Exam Scam)
  2. કથિત વાઇરલ ઓડિયો મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન
  3. મેડિકલમાં પ્રવેશ માટે NEET પરીક્ષા યોજાય છે : મનીષ દોશી
  4. મેડિકલ અભ્યાસ કરતા વિધાર્થી સાથે અન્યાય : મનીષ દોશી
  5. ગરીબ અને સામાન્ય વર્ગનાં બાળકોને હેરાનગતી : મનીષ દોશી

NEET Exam Scam : મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે મહત્વપૂર્ણ ગણાતી એવી NEET ની પરીક્ષા પહેલા વિવાદ સર્જાયો છે. પરીક્ષામાં ગુણ માટે લાખો રૂપિયાનો વહીવટ થતો હોવાનો એક કથિત ઓડિયો વાઇરલ (Audio Clip) થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે હવે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોસીની (Manish Doshi) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સરકાર પર આકરા પ્રહાર કરી મેડિકલનો અભ્યાસ કરતા વિધાર્થી સાથે અન્યાય થવાની વાત કરી છે અને આ મામલે યોગ્ય તપાસ થયા એવી માગ કરી છે.

આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજાનાં સાગરીતો સામે કસાયો સકંજો! મુંબઈ એરપોર્ટથી ઝડપાયો વિજય ભીમા

Advertisement

Advertisement

પરીક્ષામાં 650 માર્કની લાખો રૂપિયાની માંગણી કરતો હોવાનો કથિત ઓડિયો વાઇરલ

રાજ્યમાં મેડિકલમાં પ્રવેશ માટે દર વર્ષે NEET ની પરીક્ષા લેવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ રાત-દિવસ એક કરીને પૂરજોર મહેનત કરે છે. ત્યારે આ મહત્ત્વની પરીક્ષામાં પણ ગુણ મેળવવા કૌભાંડ (NEET Exam Scam) થયું હોવાનો આરોપ થયો છે. જણાવી દઈએ કે, તાજેતરમાં સોશિયલ મીડિયા એક કથિત ઓડિયો વાઇરલ થયો છે, જેમાં પરીક્ષામાં 650 માર્કની લાખો રૂપિયાની માંગણી કરતો હોવાનું જણાય છે. આ ઓડિયો સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસનાં (Congress) પ્રવક્તા મનીષ દોશીએ આ કથિત વાઇરલ ઓડિયોને ટાંકી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો - Gujarat Police : PSI ની ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડનો મોટો ખુલાસો! ઉમેદવારોને કર્યું સૂચન

ગરીબ અને સામાન્ય વર્ગનાં બાળકોને હેરાનગતી થઈ : મનીષ દોશી

મનીષ દોશીએ કહ્યું કે, મેડિકલમાં પ્રવેશ માટે NEET પરીક્ષા યોજાય છે. સમગ્ર દેશમાં મેડિકલમાં પ્રવેશ માટે NEET પરીક્ષા યોજાય છે. ત્યારે મેડિકલનો અભ્યાસ કરતા વિધાર્થી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગરીબ અને સામાન્ય વર્ગનાં બાળકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. રાત-દિવસ એક કરીને બાળકો NEET પરીક્ષા આપતા હોય છે. પરંતુ, આ પ્રકારનાં કૌભાંડ બહાર આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, NEET પરીક્ષા પારદર્શક થાય તેવી સરકારને માગ છે અને આ મામલે સઘન તપાસ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ સામે આવ્યું છે. ગોધરાનાં એક કોચિંગ સેન્ટરમાંથી આ કૌભાડ સામે આવ્યું હતું.

આ પણ વાંચો - Surat: સુમુલ ડેરીએ કિલોફેટે દૂધના ભાવમાં કર્યો વધારો, 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડના ફાયદો થશે

Tags :
Advertisement

.

×