Junagadh: કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર, પક્ષના કાર્યકરે શહેર પ્રમુખ સામે નોંધાવી ફરિયાદ
Junagadh: જૂનાગઢ (Junagadh) શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી (Manoj Joshi) વિરૂદ્ધ દીપક મકવાણા (Deepak Makwana) નામના કોંગ્રેસ કાર્યકરે ફરીયાદ નોંધાવી છે. બે દીવસ પહેલા કોંગ્રેસ કાર્યાલય પર સૌરાષ્ટ્રના પ્રભારીની હાજરીમાં શહેર પ્રમુખ તેમજ દીપક મકવાણાને તુ તુ મે મે થયુ હતુ.
Advertisement
- જૂનાગઢ (Junagadh) શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી વિરૂદ્ધ ફરિયાદ
- દીપક મકવાણા નામના કોંગ્રેસ કાર્યકરે નોંધાવી ફરીયાદ
- જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરીયાદ
- દીપક મકવાણાએ ફીનાઈલ પી આત્મ હત્યાનો કર્યો હતો પ્રયાસ
- બી ડીવીઝન પોલીસે હાથ ધરી તપાસ
Junagadh: જૂનાગઢ (Junagadh) શહેર કોંગ્રેસમાં આંતરિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી વિરુદ્ધ પક્ષના જ કાર્યકર દીપક મકવાણાએ જાતિસૂચક અપમાનજનક ટિપ્પણી તેમજ અભદ્ર વર્તનના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

