Copper City Visnagar : તામ્રનગરી વિસનગર અવિરત વિકાસના પંથે
Copper City Visnagar : અવિરત વિકાસના પંથે – તામ્રનગરી વિસનગર
- વિસનગરને રૂ.૪૯૫ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)
- નવીન હોસ્પિટલ બિલ્ડીંગ, નગરપાલિકા બિલ્ડીંગ તથા તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું
- મુખ્યમંત્રીશ્રી :
-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિક દેવો ભવઃ, જનતા જનાર્દન મંત્ર અપનાવી લોકોના સર્વગ્રાહી સશક્તીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આંતકવાદને જડમુળથી નાબૂદ કરવામાં આવશે.
-વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પો થકી વિકસિત ભારચ@2047 ને ચરિતાર્થ કરીએ.
Copper City Visnagar : અવિરત વિકાસના પંથે તામ્રનગરી(Copper City Visnagar) વિસનગરના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી(PM Narendra Patel)એ શરૂ કરેલી વિકાસની રાજનીતિને અવિરત આગળ વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્રણ દિવસમાં ગુજરાતમાં ૨૮૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થયું છે. પ્રજાની સુખાકારી માટે આવા વિકાસકામો થતા હોય ત્યારે પ્રજાએ પણ તેમાં સહભાગી બનવું જોઈએ. પેહલા લોકો સરકાર પાસે વિકાસનું કામ માગતા સંકોચ અનુભવતા હતા. આજે કરોડ રૂપિયાનું કામ માગવામાં આવે છે અને એ કામ થાય છે, સરકાર અને પ્રજા વચ્ચે આવું વિશ્વાસ સંપાદનનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે “ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આંતકવાદને જડમુળથી નાબૂદ કરવામાં આવશે.”
ઓપરેશન સિંદૂર(Operation Sindoor)ની સફળતા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિક દેવો ભવઃ, જનતા જનાર્દન મંત્ર અપનાવી લોકના સર્વગ્રાહી સશકિતકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ તંગી ન રહે એ પ્રકારનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે.”
વિકાસકાર્યો સતત ચાલુ જ
વિકાસકામો અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે “રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ૧૦૨૦ કરોડના "ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર" પ્રૉજેક્ટને પ્રોત્સાહન આપ્યુ છે. વિસનગરમાં પણ ૨૧૦ કરોડના ખર્ચે બાયપાસ રોડનું નિર્માણ થવાનું છે. ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પહેલાના સમયમાં ગુજરાતમાં ૧૩૭૫ મેડિકલ સીટો હતી, હાલમાં દર વર્ષે ૭૦૦૦ ડોક્ટર્સ તૈયાર થાય છે. ગામડામાં આરોગ્યની સુખાકારી માટે તાલુકા લેવલે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અપગ્રેડ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટીબી નિર્મૂલન પર ખાસ ભાર મૂક્યો છે. ટીબીના દર્દીઓ માટે નિક્ષય યોજના શરૂ કરી ટીબીના દર્દીઓને સારવાર આપવાનું, પોષણ કીટ આપવાનું સંવેદનાત્મક દાયિત્વ નિભાવવામાં આવી રહ્યું છે.”
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે “આપણે દેશની આઝાદીમાં યોગદાન આપી શક્યા નથી, તો વર્ષ ૨૦૪૭માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આપેલા નવ સંકલ્પો જળસંચય, ગ્રીન કવર, સ્વચ્છતા, લોકલ ફોર વોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી અપનાવવી, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી, યોગ રમતને જીવનમાં સ્થાન આપવું અને ગરીબોની મદદ કરવા અનુરોધ કર્યો હતો.”
રૂપિયા ૪૯૫ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ
અવિરત વિકાસના પંથે પગ માંડતી તામ્રનગરી વિસનગર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલ વિસનગર, તાલુકા પંચાયત તથા વિસનગર નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ સહિત રૂપિયા ૪૯૫ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા ૪૨૩ કરોડથી વધુના ૭૬ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૭૨ કરોડથી વધુના 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ (Rishikesh Patel)જણાવ્યું હતું કે, “તામ્રની આગવી ઓળખ ધરાવતા વિસનગર વણથંભી વિકાસયાત્રાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિસનગરના નાગરિકોને પીવાનું પાણી, રોડ રસ્તા, શિક્ષણ, લાઈબ્રેરી, સેમિનાર હોલ, કોમ્યુનિટી હોલ, શાળાના ઓરડા, ઓવરબ્રિજ જેવી માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્રારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તામ્રનગરી એવી વિસનગરના વિકાસ માટે સરકાર દ્રારા હકારાત્મક વલણ રાખી અહીંયા વિકાસની વણથંભી વિકાસ યાત્રા આદરી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “દેશના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાષ્ટ્ર સ્વાભિમાન, વિકાસ અને ગૌરવ સાથે વિરાસતની યાત્રામાં પહેલ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નમાં મજબૂત રાષ્ટ્રના નિર્માણની સાથે ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આજે હેરિટેજ તરીકે ઓળખાતા વિસનગરને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ની સોગાત મળી છે. જેના થકી વિસનગરના નાગરિકોના જીવનધોરણમા વધારો થશે. “
ગ્રામીણ વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા(Jagadish Vishwakarma)એ જણાવ્યું હતું કે “છેવાડાના માનવીની પરવાહ કરી વિસનગર ખાતે વૈદિક પરંપરા સાથે અવિરત વિકાસની યાત્રા આરંભી છે. આજે દેશ સહિત ગ્રામીણ વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે. ગામડાના લોકોને પાયાની સુવિધા મળી રહે તેમજ ગ્રામીણ વિકાસને વેગવંતો બનાવવા માટે સરકારશ્રી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.”
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સહકારથી સમૃદ્ધિના ધ્યેય સાથે આજે સહકાર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બન્યું છે. સહકારથી સમૃદ્ધિ થકી ગામડાનાં ખેડૂતો, પશુપાલકો, મહિલાઓને સશક્ત બનાવવા માટે સહકારી મંડળીઓનું માળખું વધુ મજબૂત બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હરહંમેશ તત્પર રહે છે. “
નોંધનીય છે કે, નાગરિકોની આરોગ્યની સુખાકારી માટે રૂપિયા 30 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ બિલ્ડીંગ, વિસનગર શહેરના નાગરિકોની સુખાકારી માટે રૂપિયા 06.70 કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડીંગ તેમજ વિસનગર તાલુકાના ગ્રામ્યજનોનની સુખાકારી માટે રૂપિયા 04.47 કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શિક્ષણ- આરોગ્ય-પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ સહિત વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન: ખાતમુર્હુત: લોકાર્પણ અંતર્ગત વિસનગર નગરપાલિકા દ્વારા રૂપિયા 18.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 10.12 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને રાજ્ય દ્વારા રૂપિયા 407 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ.
અવિરત વિકાસના પંથે તામ્રનગરી વિસનગર ખાતેના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ,સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી,ધારાસભ્ય સર્વેશ્રી મુકેશભાઈ પટેલ, સી.જે.ચાવડા, સરદારભાઈ ચૌધરી, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, કે. કે. પટેલ,દૂધ સાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ,જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન,નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, અગ્રણી રજનીભાઈ પટેલ, સુશ્રી વર્ષાબેન દોશી, મહેન્દ્ર પટેલ, ગિરીશભાઈ રાજગોર, પ્રાંત અધિકારી વિસનગર, વિસનગર તાલુકા અને પાલિકાના, પ્રમુખશ્રીઓ,પદાધિકારીઓ/અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિસનગર સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Rajkot : પશુ બલિ અટકાવવા જતા વિજ્ઞાનજાથાની ટીમ, પોલીસ પર સ્થાનિકોનો હુમલાનો પ્રયાસ!