Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Corona Cases : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીનો આંક 1100 ને પાર, અમદાવાદ-રાજકોટમાં કથળતી સ્થિતિ!

અમદાવાદનાં સોલા સિવિલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત થયું છે. સાબરકાંઠાની યુવતી 4 જૂને સોલા સિવિલમાં દાખલ થઈ હતી.
corona cases   રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીનો આંક 1100 ને પાર  અમદાવાદ રાજકોટમાં કથળતી સ્થિતિ
Advertisement
  1. રાજ્યમાં કોરોનાનાં નવા 235 કેસો નોંધાયા (Corona Cases)
  2. રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 1100 ને પાર પહોંચ્યો
  3. રાજ્યમાં કુલ 1109 એક્ટિવ કેસ, 33 હોસ્પિટલમાં, 1076 હોમ આઇસોલેટ
  4. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 131 નવા કોરોના કેસ
  5. સોલા સિવિલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત
  6. રાજકોટમાં કોરોનાનાં વધુ 10 કેસ નોંધાયા

Corona Cases : રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 235 કેસ (Covid-19) નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1100 ને પાર 1109 પર પહોંચ્યો છે. આ પૈકી 33 દર્દી હોસ્પિટલમાં છે જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેટ રહીને સારવાર લઈ રહ્યા છે. જણાવી જઈએ કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં (Ahmedabad) 131 નવા કેસ જ્યારે રાજકોટમાં (Rajkot) વધુ 10 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - Gandhinagar : LC માં નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગનો પરિપત્ર, આપ્યા આ નિર્દેશ

Advertisement

Advertisement

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 1100 ને પાર પહોંચ્યો

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક (Corona Cases) દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 235 કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યા 1109 એ પહોંચી છે. માહિતી અનુસાર, 1109 પૈકીનાં 33 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે બાકીનાં 1076 દર્દી હોમ આઇસોલેટ છે. મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન, 131 કોરાના કેસ નોંધાયા છે. આમ, શહેર-જિલ્લાાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 646 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો - Rajkot Lok Mela : લોકમેળો યોજાશે કે નહીં ? ઓલ ગુજરાત મેળા એસોસિએશને કહી આ વાત

સોલા સિવિલમાં એક કોરોના દર્દીનું મોત, રાજકોટમાં નવા 10 કેસ

અમદાવાદનાં સોલા સિવિલમાં (Sola Civil Hospital) સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત થયું છે. મૂળ સાબરકાંઠાની (Sabarkantha) યુવતી 4 જૂને દાખલ કરવામાં આવી હતી. અમદાવાદમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 204 અને પશ્ચિમ ઝોનમાં 211 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ પશ્ચિમ ઝોનમાં જોવા મળ્યું છે. રાજકોટમાં પણ કોરોનાનાં કેસ નિરંતર વધી રહ્યા છે. રાજકોટમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. માહિતી અનુસાર, 8 પુરુષ અને 2 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ 105 કેસ નોંધાયા છે. 54 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે હાલ 51 દર્દીઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - Surendranagar : ટ્રેક્ટર-બાઈક ધડાકાભેર અથડાયા, મહિલા સહિત બેનાં ઘટના સ્થળ પર જ મોત

Tags :
Advertisement

.

×