Corona Cases : સાચવજો..! રાજ્યમાં કોરોનાનાં કેસ 600 ને પાર, વલસાડ-ભાવનગરમાં આવી છે સ્થિતિ
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 167 કેસ નોંધાયા (Corona Cases)
- રાજ્યમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 615 એ પહોંચી
- વલસાડ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો
- ભાવનગરમાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા
Corona Cases : રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 167 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 615 એ પહોંચી છે. જૈ પૈકીનાં 15 દર્દી હોસ્પિટલમાં જ્યારે 600 દર્દી હોમ આઈસોલેશનમાં રહી સારવાર લઈ રહ્યા છે. આજે વલસાડ (Valsad) અને ભાવનગરમાં (Bhavnagar) પણ કોરોનાનાં નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો - Visavadar by-Election : ઇસુદાન ગઢવીના BJP ઉમેદવાર કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 167 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનાં નવા 167 કેસ (Corona Cases) નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસોનો આંક 615 એ પહોંચ્યા છે. આજે વરસાડમાં (Valsad) પણ કોરોનાનો એક નવો કેસ નોંધાયો છે. માહિતી અનુસાર, મોગરાવાડી ખાતે રહેતા 33 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીને હોમ આઇસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને જાણકારી મેળવવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7 કેસ મળી આવ્યા છે.
-રાજયમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો
-સુરતમાં 7 દર્દીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ
-મુંબઈથી પરત આવેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
-બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 5 હોમ આઈસોલેશન
-સુરતમાં અત્યાર સુધી 35ના કેસ પોઝિટવ
-પાલમાં રહેતા 48 વર્ષીય તબીબનો રિપોર્ટ પોઝિટિવ
-વેસુની 44… pic.twitter.com/dQM0kkgfIX— Gujarat First (@GujaratFirst) June 5, 2025
આ પણ વાંચો - PSI Sisodia : CID ક્રાઈમનાં EOW નાં PSI સિસોદિયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ ?
ભાવનગરમાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા
ભાવનગરની (Bhavnagar) વાત કરીએ તો કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં જેમ કે, પાનવાડી, શાસ્ત્રીનગર, ફુલસર, ભાયાણીની વાડી સહિતનાં વિસ્તારમાં દર્દીઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે 1 દર્દી કોરોના મુક્ત થતા હોમ આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. પરંતુ, હાલ ભાવનગર શહેર-જિલ્લામાં કુલ 14 એક્ટિવ કેસ છે. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખી સારવાર અપાઈ રહી છે.
આ પણ વાંચો - World Environment Day : કેન્દ્રની મોદી સરકારનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માન્યો આભાર