Corona Cases in Gujarat : રાજ્યમાં 265 એક્ટિવ કેસ, અ'વાદમાં નવજાત બાળક, ભરૂચમાં 50 વર્ષીય મહિલા પોઝિટિવ
- રાજ્યમાં કોરોના સંક્રમણનાં હાલ 265 જેટલા કેસ એક્ટિવ (Corona Cases in Gujarat)
- 11 હોસ્પિટલાઈઝ છે જ્યારે 254 હોમ આઇસોલેશનમાં
- અમદાવાદમાં નવજાત બાળક કોરોના પોઝિટિવ થયું
- રાજકોટમાં અત્યાર સુધી 19 જેટલા કેસ નોંધાયા
- વલસાડમાં GMERS મેડિકલ કોલેજનાં 3 ડોક્ટર કોરોના પોઝિટિવ
- ભરૂચમાં 50 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ થઈ
Corona Cases in Gujarat : રાજ્યમાં કાળમૂખો કોરોના ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. હાલ, રાજ્યમાં કોરોનાં સંક્રમણનાં 265 જેટલા કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ દર્દીઓ પૈકી 11 હોસ્પિટલાઈઝ છે જ્યારે 254 હોમ આઇસોલેશનમાં (Home Isolation) છે. રાહતની વાત એ છે કે કુલ 26 કોરોના સંક્રમિત દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, વલસાડ ભરૂચમાં કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. આવતીકાલે રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન પણ કરાયું છે.
રાજ્યમાં કોરોનાં સંક્રમણનાં કુલ 265 કેસ એક્ટિવ
રાજ્યમાં ફરી એકવાર વધતા કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. માહિતી અનુસાર, અત્યાર સુધી રાજ્યમાં કોરોનાં સંક્રમણનાં કુલ 265 કેસ એક્ટિવ (Corona Cases in Gujarat) છે, જે પૈકીનાં 11 હોસ્પિટલાઈઝ છે જ્યારે 254 હોમ આઇસોલેશનમાં છે. કુલ 26 કોરોનાનાં દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કોરોના કેસમાં અત્યાર સુધી એકપણ દર્દીનું મોત ન થયું હોવાનો સરકારે દાવો કર્યો છે. જ્યારે કોરોના સંદર્ભે હાલ સ્થિતિ ચિંતાજનક ન હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. જો કે, તેમ છતાં કાળજીનાં ભાગરૂપે આવતીકાલે સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્સિજન પ્લાન્ટ અંગે આ મોકડ્રીલ (Mock Drill) યોજાશે.
આ પણ વાંચો -Surat : સ્ટેશનરી મર્ચન્ટ એસો.ને આવેદનપત્ર આપી કરી રજૂઆત, શાળાઓમાં ચાલતો વેપલો બંધ કરવાની માંગ
Ahmedabad : નવજાત બાળકને પણ કોરોના...સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે સારવાર... | Gujarat First
-અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દી દાખલ
-23 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
-એક નવજાત બાળકને પણ કોરોના, હાલ સારવાર હેઠળ
-ગત સપ્તાહે બાળકની માતા પણ હતી કોરોના… pic.twitter.com/q2lhN6E3Wd— Gujarat First (@GujaratFirst) May 30, 2025
અમદાવાદમાં નવજાત બાળક કોરોના પોઝિટિવ
અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો નવજાત બાળક કોરોના પોઝિટિવ થયું છે. કોરોના પોઝિટિવ (Corona Positive) નવજાત બાળકને સારવાર અર્થે NICU માં રખાયું છે. માહિતી અનુસાર, હાલમાં બાળકની માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સોલા સિવિલમાં હાલ કોરોના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. અન્ય 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ આવી છે.
રાજકોટમાં અત્યાર સુધી 19 જેટલા કેસ નોંધાયા
રાજકોટમાં (Rajkot) છેલ્લા એક સપ્તાહમાં કોરોનાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધી 19 જેટલા કેસ નોંધાયા છે. મોટભાગનાં દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. મેડિકલ ટીમો દર્દીઓનાં ઘરે રૂબરૂ જઇ રહી છે અને તપાસ કરી રહી છે. રાજકોટ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, કોરોનાં પોઝિટિવ દર્દીઓ ઘરમાં જ રહે અને બહાર ન નીકળે. સાથે જ તેમણે અપીલ કરી કે લોકો ભીડભાડવાળી જગ્યાએ જાય તો માસ્ક પહેરે અને કોરોનાં ગાઇડલાઇનનું પાલન કરે.઼
-રાજકોટમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
-છેલ્લે એક સપ્તાહમાં વધ્યા કોરોનાના કેસ
-રાજકોટ શહેરમાં અત્યાર સુધી 19 કેસ નોંધાયા
-મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં
-ખાનગી અને સરકારી લેબમાંથી મળી રહ્યા છે રિપોર્ટ
-દર્દીના ઘરે રૂબરૂ જઇ રહી છે મેડિકલની ટીમ
-રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય… pic.twitter.com/YAaIc1TXgT— Gujarat First (@GujaratFirst) May 30, 2025
આ પણ વાંચો -Amreli : BJP નેતા વિપુલ દુધાત અને DySP વિવાદમાં દિલીપ સંઘાણીનું મોટું નિવેદન
GMERS મેડિકલ કોલેજનાં 3 ડોક્ટર કોરોના પોઝિટિવ
વલસાડમાં (Valsad) પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. GMERS મેડિકલ કોલેજનાં 3 ડોક્ટરનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી છે. 1 પુરુષ અને 2 મહિલા રેસિડેન્ટ તબીબનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમામને સ્ટાફ ક્વાટર્સમાં આઈસોલેટ કરીને સારવાર અપાઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં આરોગ્ય વિભાગે (Health Department) તપાસ હાથ ધરી છે. વલસાડમાં અત્યાર સુધી કુલ 4 કેસ નોંધાયા છે.
ભરૂચમાં 50 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ
ભરૂચની (Bharuch) વાત કરીએ તો 50 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ થઈ છે. મહિલાને કોરોનાના લક્ષણ દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ખાનગી દવાખાને રિપોર્ટ કરાવતા પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો. જિલ્લામાં ફરીવાર કોરોનાનાં લક્ષણ દેખાતા આરોગ્યની ટીમ પણ સતર્ક થઈ છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો -MNREGA Scam : મંત્રી પુત્ર કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ફરિયાદમાં ગંભીર આરોપ