Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Corona in Gujarat : રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું! અત્યાર સુધીમાં 461 એક્ટિવ કેસ નોંધાયા

રાજ્ય સરકારે કોરોનાનાં કારણે 1 દર્દીનું મૃત્યુ થયું હોવાની સ્વીકાર્યું છે. અમદાવાદ 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે.
corona in gujarat   રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું  અત્યાર સુધીમાં 461 એક્ટિવ કેસ નોંધાયા
Advertisement
  1. રાજ્યમાં અત્યાર સુધી 461 કોરોનાનાં એક્ટિવ કેસ નોંધાયા (Corona in Gujarat)
  2. 20 કેસો હોસ્પિટલાઇઝ અને 441 હોમ આઇસોલેશન હેઠળ હોવાની માહિતી
  3. રાજ્ય સરકારે કોરોનાનાં કારણે 1 દર્દીનું મૃત્યુ થયું હોવાની સ્વીકાર્યું
  4. અમદાવાદ 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા, રાજકોટમાં 8 નવા કેસ

Corona in Gujarat : રાજ્યમાં કાળમૂખા કોરોનાએ ફરીવાર માથું ઊંચક્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 461 કોરોનાનાં એક્ટિવ કેસ નોંધાયા છે. જે પૈકીનાં 20 દર્દી હોસ્પિટલાઇઝ છે અને 441 જેટલા દર્દી હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. રાજ્ય સરકારે કોરોનાનાં કારણે 1 દર્દીનું મૃત્યુ થયું હોવાની સ્વીકાર્યું છે. નોંધનીય છે કે અમદાવાદ (Ahmedabad) 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં (Rajkot) વધુ 8 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - Corona Cases : અમદાવાદીઓ સાચવજો..! છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા!

Advertisement

Advertisement

રાજ્યમાં અત્યાર સુધી 461 કોરોનાનાં એક્ટિવ કેસ

રાજ્યમાં એકવાર ફરી કોરોના સંક્રમણમાં (Corona in Gujarat) ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી 461 કોરોનાનાં એક્ટિવ કેસ નોંધાયા છે. જે પૈકીનાં 441 જેટલા દર્દી હોમ આઇસોલેશનમાં છે જ્યારે 20 દર્દી હોસ્પિટલમાં ભર્તી થઈ સારવાર લઈ રહ્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનાં કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું સ્વીકાર્યું છે.

આ પણ વાંચો - Gujarat Corona Update: રાજકોટમાં કોરોનાના 8 કેસ નોંધાયા, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026

અમદાવાદ 24 કલાકમાં 60 નવા કેસ, રાજકોટમાં 8 નવા કેસ નોંધાયા

જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં જ 60 જેટલા કોરોનાના નવા કેસ (Corona Cases) નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા વધીને 241 એ (Corona Cases) પહોંચી છે. જ્યારે અત્યાર સુધી 2 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યા હોવાની મહિતી છે. રાજકોટની વાત કરીએ તો શહેરમાં કોરોનાનાં વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 40 સુધી પહોંચી છે.

આ પણ વાંચો - Kutch Sindoor Van : અમદાવાદ બાદ ભુજમાં બનશે 'સિંદૂર વન', એક હેક્ટરમાં 10 હજાર છોડ રોપાશે

Tags :
Advertisement

.

×