Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખડગેએ PM મોદી પર આપેલા નિવેદન મુદ્દે પાટીલે કોંગ્રેસની ઝાટકણી કાઢી

કર્ણાટકની એક ચૂંટણી સભામાં કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ ગણાવતા રાજકારણ ગરમાયું છે ત્યારે આ મુદ્દે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. શેરીના ગુંડાઓ જેવી ભાષા તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની...
ખડગેએ pm મોદી પર આપેલા નિવેદન મુદ્દે પાટીલે કોંગ્રેસની ઝાટકણી કાઢી
Advertisement

કર્ણાટકની એક ચૂંટણી સભામાં કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ ગણાવતા રાજકારણ ગરમાયું છે ત્યારે આ મુદ્દે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.

શેરીના ગુંડાઓ જેવી ભાષા

Advertisement

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની પરંપરા રહી છે. સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવારે અભદ્ર ભાષા કે અભદ્ર ટીપ્પણી કરવામાંથી એ ક્યારેય ચુકતી નથી. શેરીના ગુંડાઓ જે ભાષા વાપરતા હોય છે, તે ભાષાનો વારંવાર પ્રયોગ કરે છે.

Advertisement

91 વખત આવા શબ્દ પ્રયોગ થયાં

તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસના નેતાઓએ વારંવાર અભદ્ર ટીપ્પણી કરી છે. અસંસદીય શબ્દોનો વારંવાર પ્રયોગ કર્યો છે. કુલ 91 વખત આવા લોકોએ PM મોદી માટે જે શબ્દો પ્રયોગ કર્યો છે, તેની યાદી અમારી પાસે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે આટલા સીનિયર હોવા છતાં જે રીતે તેઓએ પીએમ મોદી વિરુદ્ધ ટીપ્પણી કરી છે. મને લાગે છે કે, તેઓને આ છાજતું નથી.

જનતા જવાબ આપશે

સત્તા ગુમાવ્યા પછી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાથી કોંગ્રેસ અને ગાંધી પરિવાર ક્યારેય અચકાતી નથી ઇન્દિરાજી વખતથી ખબર છે કે, કટોકટી સુધી આ દેશને લઇ જનારા લોકોને અભદ્ર ભાષાનો ઉપયોગ તો ખૂબ નાનો લાગે છે. કોંગ્રેસ હજુ લોકોની નજરમાં નીચે ઉતરી રહી છે. કર્ણાટકમાં તેની હાર તેને નિશ્ચિત દેખાય છે અને એટલા માટે જ તે હારતી હોય છે, ત્યારે આવા શબ્દો પ્રયોગ કરવા,ગાળી ગલોચ કરવી આ એમના સંસ્કાર છે. કર્ણાટકના ઈલેકશનમાં અને આવનારા લોકસભાના ઇલેકશનમાં લોકો કોંગ્રેસ પાસે જવાબ માંગશે અને એનો જવાબ પણ આપશે તેવો મને વિશ્વાસ છે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતાઓએ જ્યારે-જ્યારે PM ને ગાળો આપી છે ત્યારે તેમની લોકપ્રિયતા વધી છે

Tags :
Advertisement

.

×