ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CR Patil : જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના કોંગ્રેસ પર પ્રહાર!

સી.આર. પાટીલે વીડિયો સંદેશનાં માધ્યમથી કહ્યું કે, લોકોની લાગણી અને માગણીને ધ્યાન રાખીને કેન્દ્ર સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
10:41 PM Apr 30, 2025 IST | Vipul Sen
સી.આર. પાટીલે વીડિયો સંદેશનાં માધ્યમથી કહ્યું કે, લોકોની લાગણી અને માગણીને ધ્યાન રાખીને કેન્દ્ર સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
CR Patil_Gujarat_first
  1. જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે કેન્દ્રીય મંત્રી CR Patil નું મોટું નિવેદન
  2. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલે કોંગ્રેસ પર માર્યા ચાબખા!
  3. કોંગ્રેસે હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો : CR પાટીલ
  4. "અન્ય રાજ્યોએ રાજકીય પ્રેરિત અને બિનપારદર્શક વસ્તી ગણતરી કરી"
  5. લોકોની લાગણી અને માગણીને ધ્યાન રાખીને કેન્દ્ર સરકારે નિર્ણય લીધો : CR પાટીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી (Caste-Based Census) અંગે મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય પર હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (CR Patil) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે, કોંગ્રેસે (Congress) હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. સી.આર. પાટીલે જાતિગત વસ્તી ગણતરીનાં નિર્ણય બદલ PM મોદીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો - CM Bhupendra Patel એ 65 મા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ

લોકોની લાગણી-માગણીને ધ્યાન રાખી કેન્દ્ર સરકારે નિર્ણય લીધો : CR પાટીલ

કેન્દ્રની મોદી સરકારે આજે મોટો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વ હેઠળ યોજાયેલ બેઠકમાં દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે. સી.આર. પાટીલે વીડિયો સંદેશનાં માધ્યમથી કહ્યું કે, લોકોની લાગણી અને માગણીને ધ્યાન રાખીને કેન્દ્ર સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દરેક સમાજને ન્યાય મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયો છે. આ સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય બદલ PM મોદીનો આભાર માન્યો છે.

આ પણ વાંચો - Kheda : મહેમદાવાદની મેશ્વો નદીમાં 6 બાળક ડૂબી જતાં મોત, સમગ્ર પંથકમાં શોક છવાયો

'કોંગ્રેસે હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે'

દરમિયાન, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલે (CR Patil) કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. અન્ય રાજ્યોએ રાજકીય પ્રેરિત અને બિનપારદર્શક વસ્તી ગણતરી કરી છે. જ્યારે, કેન્દ્ર સરકારે લોકોની લાગણી અને માગણીને ધ્યાન રાખીને આ નિર્ણય લીધો છે. આગામી વસ્તી ગણતરીમાં (Caste-Based Census) જાતિગત વસ્તીનો સમાવેશ કરાશે. કેન્દ્ર સરકારે આ બાબતે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - Ahmedabad : ચંડોળામાં 'મિની બાંગ્લાદેશ' ઊભું કરનારા લલ્લા બિહારીના દીકરાના રિમાન્ડ મંજૂર

Tags :
Caste Based CensusCongressCR PatilGujarat BJPGUJARAT FIRST NEWSpm narendra modirahul-gandhiTop Gujarati NewsUnion-Cabinet-meeting
Next Article