Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Cyber ​​fraud: અરવલ્લીમાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, વડીલને કર્યા ટાર્ગેટ

Cyber ​​fraud: ગુજરાત રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. હવે ઠગોએ 'ડિજિટલ અરેસ્ટ'ના નામે નિર્દોષ લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના એક વૃદ્ધને સાયબર ઠગોએ વોટ્સએપ કોલ દ્વારા એક કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી 80 હજાર રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃદ્ધની સમયસૂચકતા અને પોલીસની મદદથી મોટી છેતરપિંડી થતા અટકી છે.
cyber ​​fraud  અરવલ્લીમાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો  વડીલને કર્યા ટાર્ગેટ
Advertisement
  • Cyber ​​fraud: દહેગામડાના વૃદ્ધ પાસે ઠગોએ રૂ. 80 હજાર પડાવવાનો કર્યો પ્રયાસ
  • વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કર્યા હોવાનું કહી પૈસા પડાવવાનો કર્યો પ્રાયસ
  • પોલીસના સમયસર હસ્તક્ષેપથી વૃદ્ધના નાણાં બચ્યા

Cyber ​​fraud: ગુજરાત રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. હવે ઠગોએ 'ડિજિટલ અરેસ્ટ'ના નામે નિર્દોષ લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના એક વૃદ્ધને સાયબર ઠગોએ વોટ્સએપ કોલ દ્વારા એક કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી 80 હજાર રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃદ્ધની સમયસૂચકતા અને પોલીસની મદદથી મોટી છેતરપિંડી થતા અટકી છે.

આધાર કાર્ડ પરથી લીધેલા મોબાઈલ નંબર દ્વારા મહારાષ્ટ્રમાં 45 લાખનું સાયબર ફ્રોડ

અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના દેહગામડા ગામના રહેવાસી કરણસિંહ ચંદુસિંહ જાડેજા, જેઓ એક નિવૃત્ત કર્મચારી છે. ગત દિવસે તેમના પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતે ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી બોલતી હોવાની ઓળખ આપી અને કરણસિંહના હોશ ઉડી જાય તેવી વાત કરી હતી.."મારા પર કોલ આવ્યો કે તમારા આધાર કાર્ડ પરથી લીધેલા મોબાઈલ નંબર દ્વારા મહારાષ્ટ્રમાં 45 લાખનું સાયબર ફ્રોડ થયું છે અને તમારી સામે 17 FIR થઈ છે. મને ડરાવીને એક કલાક સુધી વીડિયો કોલ પર નજરકેદ (ડિજિટલ અરેસ્ટ) રાખ્યો હતો."..

Advertisement

SURAT CYBER CRIME CEL 01_GUJARAT_FIRST

Advertisement

Cyber ​​fraud: ઠગોએ કરણસિંહને એવો ડર બતાવ્યો કે મહારાષ્ટ્ર પોલીસ ગમે ત્યારે તેમની ધરપકડ કરશે

ઠગોએ કરણસિંહને એવો ડર બતાવ્યો કે મહારાષ્ટ્ર પોલીસ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે. જો આ કેસમાંથી બચવું હોય અને પોલીસનું NOC જોઈતું હોય, તો તાત્કાલિક 80 હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. વૃદ્ધ ગભરાઈ ગયા હતા, પરંતુ તેમણે હિંમત હારી નહીં. તેમણે તાત્કાલિક અરવલ્લી પોલીસ અધિક્ષકની કચેરીના કર્મચારીનો સંપર્ક કર્યો હતો. જ્યારે કરણસિંહે પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે તેમને ખબર પડી કે તેઓ સાયબર ઠગની જાળમાં ફસાઈ રહ્યા છે. પોલીસે તેમને સમજાવ્યા કે 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ કાયદેસરની પ્રક્રિયા હોતી નથી.

સાયબર ઠગો હવે પોલીસ અને સરકારી વિભાગના નામે લોકોને ડરાવી રહ્યા છે

સાયબર ઠગો હવે પોલીસ અને સરકારી વિભાગના નામે લોકોને ડરાવી રહ્યા છે. જો તમારી સાથે પણ આવું કંઈ થાય, તો ગભરાયા વગર તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. તમારી એક સતર્કતા તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે.

આ પણ વાંચો: Gujarat Textile Policy 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

Tags :
Advertisement

.

×