ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cybercrime: અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઈબ્રીડ ગાંજો કરાયો જપ્ત Cybercrime: અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે (Cybercrime)હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા છે,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા...
11:38 AM Aug 11, 2024 IST | Hiren Dave
અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઈબ્રીડ ગાંજો કરાયો જપ્ત Cybercrime: અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે (Cybercrime)હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા છે,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા...
  1. અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું
  2. સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા
  3. પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઈબ્રીડ ગાંજો કરાયો જપ્ત

Cybercrime: અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે (Cybercrime)હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા છે,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે.

હાઈબ્રીડ ગાંજો થયો જપ્ત

આજનું યુવાધન ડ્રગ્સ અને ગાંજાના રવાળે ચઢી રહ્યું છે,તેને લઈ પોલીસ પણ ખાસ મુહીમ ચલાવી રહી છે,અમદાવાદ પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડવામા આવે છે,સાયબર ક્રાઈમને બાતમી હતી કે ફોરેન પોસ્ટ ઓફીસમાં ગાંજાનો જથ્થો આવ્યો છે અને પોલીસે રેડ કરી પાર્સલ તપાસ્યા તો સામે આવ્યું કે તેમા હાઈબ્રીડ ગાંજો હતો.પોલીસે સમગ્ર ઘટનાને લઈ એફએસેલની પણ મદદ લીધી છે.અગાઉ પણ પોસ્ટ ઓફીસમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ.

આ પણ વાંચોVADODARA : નર્મદા નદીમાં 1.35 લાખ કયુસેક પાણી છોડાશે, તંત્ર સતર્ક

બે મહિના પહેલા ડ્રગ્સ ઝડપાયું હતુ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી હતી.

આ પણ વાંચો -  Gujarat Rain: અમદાવાદ સહિત આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અગાઉ શાહીબાગની પોસ્ટઓફીસમાંથી ડ્રગ્સ મળ્યું

હાઇબ્રીડ ગાંજો ડ્રગ્સ વગેરેની હેરાફેરી પહેલા એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય સુધી સીમિત હતી.પરંતુ હવે ડ્રગ્સની હેરાફેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે.એટલે કે એક દેશથી બીજા દેશ સુધી હજારો કિલોમીટરનું અંતર કાપી ડ્રગ્સ પાર્સલ મારફતે અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.આ જ મોડસ ઓપરેન્ડીથી પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં કરોડોની કિંમતનું ડ્રગ મળી આવ્યું હતું.જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી.

Tags :
Cybercrimeforeign post officefrom Ahmedabad'sGujarat FirsthybridMarijuanaseized 37 parcels
Next Article