Cybercrime: સુરત શહેર પોલીસે વિકસાવ્યું હાઈટેક ચેટબોટ
Cybercrime: સુરત શહેર પોલીસ દ્વારા હાઈટેક ચેટબોટ વિકસાવવામાં આવ્યું છે.આ હાઈટેક ચેટબોટ નાગરિકોને સાઇબર ક્રાઇમથી બચાવવામાં મદદરૂપ થશે. સાઇબર ક્રાઇમ (Cybercrime) ના કિસ્સાઓ દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સાઈબર સેફની આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
ચેટબોટને સુરત ‘સાયબર મિત્ર’ નામ આપવામાં આવ્યું
સુરત શહેર સાયબર ક્રાઈમ (Cybercrime) પોલીસ દ્વારા શહેરમાં લોકોને સાઈબર ફ્રોડથી બચાવવા અને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટેના કાર્યક્રમ કરે છે. સુરત શહેર સાઇબર પોલીસે દેશનું સૌપ્રથમ AI આધારિત ચેટબોટ બનાવ્યું છે. આ ચેટબોટને સુરત ‘સાયબર મિત્ર’ નામ આપવામાં આવ્યું છે. આના દ્વારા દેશના કોઈપણ નાગરિક 93285-23417 વોટ્સએપ નંબર પર HI લખીને જોડાઈ શકે છે.
ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ
આ સાયબર ચેટબોટ 24*7 સુરતના લોકોને સાઈબર સુરક્ષાની માહિતી આપશે. જો કોઈ સાઈબર ફ્રોડ થાય તો ત્વરિત પગલાં લેવા તેમજ ફરિયાદ નોંધાવવા અંગે પણ આ ચેકબોટ દ્વારા માહિતી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ચેટબોટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અનોખી પહેલ
સાઇબર ક્રાઇમ (Cybercrime) ના કિસ્સા દિવસેને દિવસે ખૂબ જ વધતાં હોય છે. અને આમ આવા સાઇબર ફ્રોડથી બચવા માટે અને આને રોકવા માટેના પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી બની જાય છે. અને આના માટે જ સુરત શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - સુરત: વિદેશ જવાની ઘેલછામાં વધુ એક વખત છેતરપીંડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ