વડોદરાના ડભોઇ - કરનાળી નર્મદા નદીમાં ન્હાવા ગયેલા બે યુવકો પાણીમાં ગરકાવ
અહેવાલ - પીન્ટુ પટેલ વડોદરા - ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળી ખાતે નર્મદામાં સ્નાન કરવા આવેલા પાંચ મિત્રો પૈકીના બે મિત્રો નર્મદા નદીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક દોડી આવ્યા બચાવ...
Advertisement
અહેવાલ - પીન્ટુ પટેલ
વડોદરા - ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળી ખાતે નર્મદામાં સ્નાન કરવા આવેલા પાંચ મિત્રો પૈકીના બે મિત્રો નર્મદા નદીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક દોડી આવ્યા બચાવ કામગીરી આરંભી દીધી. સ્થાનિક તરવૈયાઓએ ગણતરીના સમયમાં બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. આ ધટનાની જાણ ચાંદોદ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ અકસ્માતનો ગુણો દાખલ કરી આગળની તપાસ કાયૅવાહી હાથ ધરી છે.
બે યુવકો પાણીમાં ગરકાવ
શ્રાવણ માસનો અંતિમ દિવસે અમાસની તિથિને અનુલક્ષી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાંદોદ - કરનાળીના નર્મદા કિનારે પુણ્ય સ્નાન અને વિધિવિધાન અર્થે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શ્રાવણ વદ અમાસના મહાત્મ્ય અને અનુલક્ષી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના પાંચ થી છ મિત્રો પણ નર્મદા સ્નાન અર્થે કરનાળી ખાતે સોમનાથ ઘાટ નજીકના કિનારે આવી પહોંચ્યા હતા. મોડી સાંજે તમામ મિત્રો નદી કિનારે સ્નાન માટે પહોંચ્યા હતા. પરંતુ સ્નાન કરતા સમયે નદીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ તેઓને ન રહેતા અન્ય મિત્રો પૈકીના બે મિત્રો પાણીના પ્રવાહમાં તણાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
પોલીસ ઘટનાસ્થળે
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. બેને યુવકોને શોધી કાઢયા હતા. ગરકાવ થયેલ યુવક વિષ્ણુ હસમુખભાઈ બારીયા (ઉમર વર્ષ 18), વિપુલભાઈ પ્રવીણભાઈ બારીયા (ઉમર વર્ષ 18) આ મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાંદોદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement


