ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dada Bhagwan : દાદા ભગવાનનો 118મો જન્મજયંતિ મહોત્સવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118 મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયાહતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતુ. મુખ્યમંત્રી તેમજ  દીપકભાઈએ આ તકે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પુજન અર્ચન, આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી. મોરબીમાં આગામી ૦૯ નવેમ્બર સુધી દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
01:43 PM Nov 04, 2025 IST | Kanu Jani
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118 મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયાહતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતુ. મુખ્યમંત્રી તેમજ  દીપકભાઈએ આ તકે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પુજન અર્ચન, આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી. મોરબીમાં આગામી ૦૯ નવેમ્બર સુધી દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Dada Bhagwan  : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel ) મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118 મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયાહતા. આ અવસરે મુખ્યમંત્રી સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાની દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતુ.

મુખ્યમંત્રી તેમજ  દીપકભાઈએ આ તકે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પુજન અર્ચન, આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી.
મોરબીમાં આગામી ૦૯ નવેમ્બર સુધી દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Dada Bhagwan : 03 નવેમ્બરના રોજ આ મહોત્સવનો શુભારંભ 

આ આયોજનના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગ યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે પૂજા, આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો અને સમગ્ર જગતના જીવમાત્રના કલ્યાણની કામના કરીને દરેકને સાચા સુખની પ્રાપ્તિ થાય તે અર્થે પ્રાર્થના કરી હતી.
આ તકે મુખ્યમંત્રીએ આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-૬ અર્પણ કર્યું હતું.

આત્મજ્ઞાની  દીપકભાઈએ આત્મા વગરનાં શરીર, કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુખોથી મુક્તિ, શુધ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ,(AI) ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવા સહિત જ્ઞાનની પ્રેરક વાતો આ સત્સંગમાં કરી હતી.

આ વેળાએ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ\ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, શ્રી દાદાભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો ; Real-time monitoring : 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ

Tags :
AICM Bhupendra PatelDada Bhagwan
Next Article