ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : જૈન સાધ્વીને અડફેટે લેનાર ચાલકને શોધવા 130 પોલીસકર્મીઓની ઝીણવટભરી તપાસ

પોલીસની અલગ-અલગ ટીમોએ 100 થી વધુ સીસીટીવી તપાસી ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.
12:13 AM Feb 14, 2025 IST | Vipul Sen
પોલીસની અલગ-અલગ ટીમોએ 100 થી વધુ સીસીટીવી તપાસી ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.
Dahod_Gujarat_first
  1. Dahod નાં કંબોઈ નજીક જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લેનાર ચાલક ઝડપાયો
  2. વહેલી સવારે વિહાર કરતા જૈન સાધ્વી અને શ્રાવકને પિકઅપ ગાડીનાં ચાલકે અડફેટે લીધા હતા
  3. દૂર સુધી ઘસડીને લઈ જતાં બંનેનાં કરૂણ મોત નિપજ્યાં હતા
  4. પોલીસની વિવિધ ટીમોનાં 130 પોલીસકર્મીઓએ ગણતરીમાં ફરાર ચાલકને ઝડપ્યો

દાહોદનાં કંબોઈ નજીક વહેલી સવારે જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લઈ મોત નીપજવનાર ચાલકને પોલીસની અલગ-અલગ ટીમોએ 100 થી વધુ સીસીટીવી તપાસી ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિહાર કરતા જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લીધા, બંનેનાં મોત

માહિતી અનુસાર, દાહોદમાં જૈન મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે જૈન સાધુ-સાધ્વીઓ દાહોદ તરફ વિહાર કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી પરોઢે લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહેલા સાધ્વી અને શ્રાવકને એક પિકઅપ ગાડીનાં ચાલકે અડફેટે લીધા બાદ દૂર સુધી ઘસડીને લઈ જતાં બંનેનાં કરૂણ મોત નિપજ્યાં હતા. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ જૈન મુનિએ ચાલક પકડાય ના ત્યાં સુધી અન્નજળનાં ત્યાગની પણ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો - વિજયભગત, ગીતાબેન અને Satadhar Vivad અંગે નરેન્દ્ર બાપુએ Gujarat First પર કર્યા મોટા ધડાકા!

PI, PSI સહિત 130 થી વધુ પોલીસકર્મીઓની વિવિધ ટીમોએ તપાસ કરી

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એસપીએ 2 ડીવાયએસપી, LCB, SOG તેમ જ દાહોદ અને આસપાસનાં 8 પોલીસ મથકનાં PI, PSI સહિત 130 થી વધુ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસમાં જોતરાઈ હતી. ઘટના સ્થળે અકસ્માત સમયે પીકઅપ ગાડીની આગળની ગ્રીલ તૂટીને પડી ગઈ હતી, જેના આધારે ટક્કર મારનાર વાહન પીકઅપ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ હાઇવેનાં તેમ જ હાઇવેને જોડતા અંદરાનાં ગામનાં તમામ રસ્તાઓ વચ્ચે આવતા 100 થી વધુ સીસીટીવી તપાસ્યા હતા.

આ પણ વાંચો - Gondal : શેમળામાં રાષ્ટ્રીય સન્માન સાથે માજી સૈનિકની અંતિમ યાત્રા નીકળી, આખું ગામ શોકમગ્ન

100 થી વધુ સીસીટીવી તપાસ્યા, ગણતરીનાં કલાકોમાં આરોપી ઝડપાયો

દાહોદ શહેરમાં આવતી પીકઅપ ગાડી નેત્રમનાં કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે ગાડીની ઓળખ કરી ચાલકને ગણતરીનાં કલાકોમાં ઝડપી લેવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પીકઅપ ગાડીમાં માંડવીથી દાડમનો જથ્થો ભરી દાહોદના જૂના વણકારવાસમાં રહેતો જાવેદ ઉર્ફે રાજા શેખ દાહોદ લઈને આવતો હતો. દરમિયાન, અકસ્માત સર્જાયો હતો અને ઘટના છુપાવવા માટે તાત્કાલિક તૂટેલી ગ્રીલ પણ નવી નખાવી દીધી હતી. પોલીસે પીકઅપ ગાડી કબજે કરી ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અહેવાલ : સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો - અહેમદ પટેલના પુત્ર એ કહ્યું, કોંગ્રેસ માટે કામ નહીં કરું, મારા પિતાના પગલે ચાલવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને ના પાડી દેવામાં આવી

Tags :
DahodDahod PoliceGujarat FirstGUJARAT FIRST NEWSJain SadhusKamboiroad accident
Next Article