ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod: 4 માસની બાળકીને ડામ આપનાર આરોપીને કતવારા પોલીસે કર્યો રાઉન્ડ-અપ

Dahod: દાહોદમાં 4 માસની બાળકીને તાવ, ખાંસી અને શ્વાસ તકલીફ થતાં પરિવારજનોએ રાછરડા ગામના ભગાભાઈ દળાભાઈ પાસે લઈ જવામાં આવી હતી
07:50 PM Feb 07, 2025 IST | VIMAL PRAJAPATI
Dahod: દાહોદમાં 4 માસની બાળકીને તાવ, ખાંસી અને શ્વાસ તકલીફ થતાં પરિવારજનોએ રાછરડા ગામના ભગાભાઈ દળાભાઈ પાસે લઈ જવામાં આવી હતી
Dahod
  1. દાહોદના હિમાલા ગામની બાળકીને આપ્યાં હતા દામ
  2. દામ આપનાર ભગાભાઈ દલા ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
  3. કતવારા પોલીસે રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

Dahod: દાહોદમાં ફરી એક એવી ઘટના બની જેમાં માનવતા નેવે મુકાઈ. માત્ર 4 માસની બાળકીને સોયા વડે દામ આપવામાં આવ્યાં. અંધશ્રદ્ધા એવી ઘર કરી ગઈ છે કે, લોકો આ હદ સુધી પણ જઈ શકે છે! વિગતે વાત કરવામાં આવે તો, દાહોદમાં 4 માસની બાળકીને તાવ, ખાંસી અને શ્વાસ તકલીફ થતાં પરિવારજનોએ રાછરડા ગામના ભગાભાઈ દળાભાઈ પાસે લઈ જવામાં આવી હતી. આ ભગાભાઈએ બાળકીને ગરમ સોયા વડે છાતી અને પેટના ભાગે ડામ આપ્યાં હતાં. જેથી બાળકીની હાલત વધારે ગંભીર થઈ ગઈ હતી.

આ પણ વાંચો: ભારતના મૉસ્ટ વૉન્ટેડ બુકીઓએ Delhi Elections પર કરોડોનો સટ્ટો રમાડ્યો

શું આવી રીતે બાળકીને ડામ આપવા યોગ્ય છે?

અત્યારે આ બાળકી દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ડામ આપવા બાબતે સમાચાર પ્રસિધ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને કતવારા પોલીસે બાળકીને ડામ આપનાર રાછરડાના ભગા દલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ચાઇલ્ડ પ્રોટેકશન એક્ટ હેઠળ ગુનો નોધી ભગાભાઈને રાઉન્ડ અપ કરી કતવારા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અત્યારે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: VADODARA : ફૂગવાળી મીઠાઇ વેચનાર લક્ષ્મી ફરસાણને ત્યાં ફરી ચેકીંગ

પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આવી ચોંકાવનારી વિગતો સામે આવી

મહત્વની વાત એ છે કે, પોલીસની પ્રાથમિક તપાસ કરવામાં આવી, જેમાં એવું સામે આવ્યું કે, આ ભગાભાઈ કોઈ તાંત્રિક વિધિ સાથે સંકળાયેલો નથી! પરંતુ ગામડાઓમાં ચાલી આવતી ગેરમાન્યતા પ્રમાણે લોકો એવું માનતા હોય છે કે, આ રીતે શરીર ઉપર ડામ આપવાથી શ્વાસની તકલીફમાં રાહત થતી હોય છે. જેથી માન્યતા પ્રમાણે બાળકીને શરીર ઉપર ડામ આપવામાં આવ્યા હતાં. હાલ પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે. પરંતુ બાળકીને ડામ આપવા એ યોગ્ય બાબત નથી, આમાં બાળકીનો જીવ પણ જઈ શકે તેમ હતો. જો કે, અત્યારે તો બાળકી સારવાર હેઠળ છે અને તબીબના જણાવ્યાં પ્રમાણે બાળકીની હાલતમાં સુધાર આવ્યો છે.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
bhagabhaiDahodDahod NewsDahod PoliceGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat PoliceGujarat Police ActionGujarati NewsGujarati Top Newskatvara policekatvara police ActionLatest Gujarati News
Next Article